જ્યારે વારંવાર ઓડકાર આવે તો સમજી લેવું કે પેટમાં ગેસ વધ્યો છે. જે વારંવાર ઓડકારના માધ્યમથી બહાર આવી રહ્યો છે. ઓડકાર આવવા સામાન્ય અને સ્વાભાવિક છે. પરંતુ જો વધારે ઓડકાર આવે ખાસ કરીને ખાટા ઓડકાર આવે તો સમજી લેવું કે સમસ્યા ગંભીર બની રહી છે.
આ રીતે ગેસના કારણો વારંવાર ઓડકાર ખાવાથી શરમજનક સ્થિતિમાં પણ મુકાવું પડે છે. તેથી જો તમને આ રીત ગેસ એસિડિટી થઈ હોય અને તેનાથી તમારે મુક્તિ મેળવવી હોય તો આ ઘરગથ્થુ ઈલાજમાંથી કોઈપણ એક અજમાવી જુઓ. તેનાથી તુરંત અસર થાય છે.
એલચી પાચક તત્વો ધરાવે છે. એલચીનું સેવન કરવાથી પેટનો ગેસ ઓછો થાય છે. સાથે જ પેટ ફુલવાની સમસ્યા પણ થતી નથી અને ખાટા ઓડકારથી મુક્તિ મળે છે. તેના માટે એલચીના દાણાને દિવસમાં 3 વખત બરાબર ચાવીને ખાઈ લેવા.
જમ્યા પછી અડધી ચમચી શેકેલી વરિયાળી ચાવીને ખાઈ જવી. તેનાથી ગેસ, એસિડિટીની સમસ્યા થતી નથી. અને ખાડા ઓડકારથી પણ મુક્તિ મળે છે. વરિયાળી પાચનતંત્રને સુધારે છે. તેથી પેટમાં, ગળામાં થતી બળતરા પણ મટે છે.
પેટમાં ગેસ હોય તો તેને દુર કરવા માટે હિંગના પાવડરમાં થોડુ પાણી ઉમેરી નાભિની આસપાસ લગાવી દો, તેનાથી ગેસ અને દુખાવો બંને દુર થશે.
પેટમાં ગેસ, એસિડિટી, ખાટા ઓડકારની સમસ્યા હોય તો નારંગીના રસમાં થોડું શેકેલું જીરું ઉમેરી તેમા મીઠું ઉમેરી પીવાથી ઝડપથી રાહત થાય છે.
પાચન સંબંધિત સમસ્યાને દુર કરવા માટે ભોજનમાં રોજ દહીં ખાવાનું રાખો. તેનાથી પેટનો ગેસ, ખાટા ઓડકાર મટે છે.
ગેસની તકલીફમાંથી મુક્તિ મેળવવા અજમામાં લીંબુનો રસ ઉમેરી તેને ખાઈ જવું. તેનાથી પેટનો ગેસ તુરંત મટે છે.
જો વારંવાર એસિડિટી થતી હોય તો રોજ સવારે 2 કેળા ખાવા અને એક કપ દૂધ પી લેવું. આવું નિયમિત કરવાથી એસિડીટીથી રાહત મળે છે.
એસિડિટી અને અપચો દુર કરવો હોય તો જમ્યા પછી 2 ચમચી ઈસબગોલ દૂધ સાથે લઈ લેવું. જ્યારે પણ ગેસ થાય અને ઓડકાર આવે તો અહીં દર્શાવેલા ઉપાયોમાંથી કોઈપણ ઉપાય જે તમને માફક આવે તેને કરવાથી ગેસ, એસિડિટી અને અપચાની સમસ્યાથી તમને મુક્તિ મળશે.
આ ઉપાયની કોઈ આડઅસર થતી નથી. તમે થોડા દિવસ તેને નિયમિત કરશો તો તમને પેટ સંબંધિત સમસ્યાથી કાયમી મુક્તિ મળશે.