માથામાં આ તેલ લગાવી દેશો તો વાળ ડામર કરતાં પણ કાળા ભમ્મર થઈ જશે

 

વાળ ખરવાની સમસ્યા સતત વધી રહી છે. જીવનશૈલીન પ્રભાવ, પ્રદૂષણ વગેરે બાબતો વાળને સૌથી વધુ અસર કરે છે. તેના કારણે ખરતાં વાળ ઉપરાંત સફેદ વાળ જેવી ફરિયાદ પણ વધે છે.

આજે તમને એક એવો ઉપચાર જણાવીએ જે આ ફરિયાદને દુર કરી દે છે. આ ઉપચાર કરવાથી માત્ર વાળની સમસ્યા જ નહીં પરંતુ શારીરિક નબળાઈ પણ દુર થાય છે.

આ ઉપચાર છે અળસીના બીજનું હેર માસ્ક. આ હેર માસ્ક લગાવવાથી ખરતા વાળની સમસ્યા એકવારમાં જ દુર થઈ જશે. અળસી સ્વાસ્થ્ય વર્ધક છે અને તે વાળને પણ તંદુરસ્ત બનાવે છે. આજે તમને જણાવીએ આ હેર માસ્કથી કેવી રીતે તમે તમારી વાળની સમસ્યાઓને દુર કરી શકો છો.

અળસીની બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે વાળને પ્રોટીન પુરુ પાડે છે. તેનાથી વાળ લાંબા, જાડા થાય છે. અળસીના બીજથી બનેલું હેર માસ્ક વાળ માટે ઉત્તમ સાબિત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેના માટે અળસીના બીજને પીસી અને પાવડર બનાવી લેવો. આ પાવડરને એરટાઈટ બરણીમાં ભરી સ્ટોર કરી શકાય છે. જ્યારે હેર માસ્ક બનાવવું હોય ત્યારે આ પાવડરનો ઉપયોગ કરવો.

જો તમારા વાળ લાંબા હોય તો પાવડર વધારે લેવો અને ટુંકા હોય તો એક કે બે ચમચી લેવો. આ હેર માસ્કનો ઉપયોગ કરવાથી વાળ ઝડપથી લાંબા થાય છે અને કાળા પણ રહે છે.

અળસીનું હેર માસ્ક બનાવવા માટે 4 ચમચી અળસીના બીજનો પાવડર લેવો, તેમાં એક પાકેલું કેળુ, એક ચમચી મધ, 2 ચમચી દહીં અને એક ચમચી કોઈપણ તેલ ઉમેરવું. આ બધી વસ્તુઓને બરાબર મિક્સ કરવી અને સ્મુધ પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને વાળમાં લગાવી દેવી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ પેસ્ટને વાળમાં બરાબર લગાવવી ખાસ કરીને વાળના મૂળમાં. પાથીએ પાથી આ પેસ્ટ લગાવવી. ત્યારબાદ શાવરકેપ પહેરી લેવી અને 2 કલાક વાળમાં આ પેસ્ટ લગાવી રાખો. ત્યારબાદ વાળને ધોઈ લેવા.

જો તમને માથામાં દહી લગાવવું માફક ન આવતું હોય તો તમે મલાઈ અથવા ગુલાબજળનો ઉપયોગ પણ કરી શકો છો. આ રીતે અળસીના બીજનું માસ્ક વાળમાં લગાવશો તો વાળ ખરતાં સંપૂર્ણપણે બંધ થઈ જશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!