આ વસ્તુ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ ગજબની વધી જશે

દોસ્તો રાજગરો એ આપણાં ગુજરાતી ઘરમાં હોય જ છે. રાજગરો આપણા ખેતરમાં પાકે છે. કોઈપણ વ્રત હોય કે ઉપવાસ હોય આપણે રાજગરાનો શીરો, રાજગરાની પૂરી કે ભાખરી કે પછી બીજી ઘણી રેસીપી બનાવી શકીએ છીએ.

પણ શું તમે જાણો છો તેના હેલ્થ સંબંધિત એટલા બધા ફાયદા છે કે તમે જાણીને દરરોજ જમવામાં રાજગરો વાપરશો. તો ચાલો પહેલા જોઈએ લઈએ રાજગરાની કેટલીક ખાસ વાત અને પછી તમને જણાવી દઈએ કે તેને કઈ રીતે તમે ઉપયોગમાં લઈ શકશો.

હેલ્થ એક્સપર્ટના એક વિડીયોની આધારે તમને જણાવી દઈએ કે રાજગરામાં ન્યૂટ્રિશયસ વેલ્યૂ ઘણી હોય છે. તેને પોષકતત્વોનું પાવર હાઉસ કહેવામાં આવે છે, રાજગરામાં પ્રોટીન, એંટીઓક્સિડેન્ટ, આયરન, વિટામિન એ, બી અને સીની સાથે સાથે કેલ્શિયમ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે.

તમે તેને ઘણી રીતે તમારા ભોજનમાં શામેલ કરી શકો છો તેના રોજિંદા સેવનથી શરીરને ઘણા લાભ મળે છે. ચાલો હવે તમને જણાવી દઈએ કે રાજગરો તમે દરરોજ કેવીરીતે ખાઈ શકશો.

રાજગરાની ખિચડી : સવારના સમયે ખાવામાં આવતી આ એક હેલ્થી વાનગી છે, તેને સવારમાં ખાઈ લેવાથી પેટ ભરાઈ જાય છે અને તમે આખો દિવસ એનર્જી અનુભવશો. પોષણનું સ્તર વધારવા માટે તમે તેમાં અમુક શાકભાજી ઉમેરી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

રાજગરા કટલેટ : આ એક ટેસ્ટી અને હેલ્થી નાસ્તો છે. આને તમે ચા કે કોફી સાથે લઈ શકો છો. જ્યારે બપોરના જમવા પછી અને રાતના જમ્યા પહેલા જ્યારે ખૂબ ભૂખ લાગે તો તમે આ વાનગી ખાઈ શકો છો. કટલેટને તમે ડીપ ફ્રાય કે પછી શેલો ફ્રાય પણ કરી શકો છો. આ એક હેલ્થી નાસ્તાનો ઓપ્શન છે.

રાજગરાનું સલાડ : અખરોટ, બદામ અને ઘણાબધા શાકભાજી અને એમાંરેનથ્ જેવા નટ્સ થી બનેલ પોષકતત્વોથી ભરપૂર સલાડ એ તમારી ભૂખને પૂરું કરશે. જ્યારે ખૂબ જ ભૂખ લાગે ત્યારે તમે ભૂખ મિટાવવા માટે આ વાનગી ખાઈ શકો છો.

આ સિવાય રાજગરાથી તમે ખિચડી, શીરો (ઓછા ઘીમાં), પૂરી, ભાખરી, લાડવા અને બીજી ઘણી રીતે રાજગરો ખાઈ શકો છો. તો હવે તમે પણ રોજિંદા ભોજનમાં રાજગરાનું સેવન કરો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

રાજગરો રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે
રાજગરો ખાવાથી હેલ્ધી કોલેસ્ટ્રોલ વધે છે
રાજગરો પાચન શક્તિ વધારવા માટે
રાજગરો વજન નિયંત્રણમાં
રાજગરો સારી દ્રષ્ટિ માટે

રાજગરો વાળ અને ત્વચા માટે ફાયદાકારક
રાજગરો એનિમિયા સામે લડવું
રાજગરો કેન્સરનું જોખમ ઘટાડવામાં
રાજગરો ડાયાબિટીસનું જોખમ ઘટાડવા માટે
રાજગરો હૃદયના સ્વાસ્થ્ય માટે

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!