સવારનો નાસ્તો સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. સવારનો નાસ્તો જ આપણને આખા દિવસની એનર્જી આપે છે. નાસ્તાના કારણે શરીરને જરુરી પ્રોટીન, મેગ્નેશિયમ, મેગેનિઝ, તાંબુ અને ફાયબર જેવા પોષકતત્વો મળે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યાનુસાર સવારના નાસ્તામાં પલાળેલી બદામ અને દ્રાક્ષ અચૂક લેવી જોઈએ. આ બંને વસ્તુનો સમાવેશ ડાયટમાં કરવાથી શરીરને વિશેષ લાભ થાય છે.
આજ સુધી તમે આ વસ્તુઓને અલગ અલગ તો ખાધી હશે પરંતુ આ વસ્તુઓને સાથે સવારે લેવાથી શરીરને ગજબના ફાયદા થાય છે અને દિવસ આખો શરીરમાં એનર્જી જળવાઈ રહે છે.
સવારના નાસ્તામાં જો હેલ્ધી અને એનર્જી આપે એવી વસ્તુઓ લેવામાં આવે તો દિવસ તો સારો પસાર થાય જ છે સાથે જ સ્વાસ્થ્ય સમસ્યા પણ સતાવતી નથી. તેમાં પણ પલાળેલી બદામ અને દ્રાક્ષ ખાવાથી તો શરીરને ઈંસ્ટંટ એનર્જી મળે છે અને આ સિવાયના પણ લાભ થાય છે.
સવારમાં પલાળેલી બદામ અને દ્રાક્ષ સાથે ખાવાથી શરીરમાં ઊર્જા આવે છે અને સ્ફુર્તિથી આખો દિવસ પસાર થાય છે. પલાળેલી બદામ અને દ્રાક્ષનું સેવન કરવાથી માસિક સમયે થતી દુખાવાની સમસ્યાથી પણ મુક્તિ મળી જાય છે.
નાસ્તામાં પલાળેલી બદામ અને દ્રાક્ષનું સેવન કરવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે. જેના કારણે એસિડીટીની તકલીફ દુર થઈ જાય છે. તેનું સેવન રોજ સવારે કરવાથી પાચનતંત્ર સંબંધિત સમસ્યા થતી નથી.
પલાળેલી બદામ અને દ્રાક્ષનું સેવન સવારે કરવાથી મગજનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તેના કારણે યાદશક્તિ સુધરે છે અને માનસિક સ્ટ્રેસ પણ દુર થાય છે.
પલાળેલી બદામ અને દ્રાક્ષનું સેવન કરવાથી ત્વચા અને વાળનું સ્વાસ્થ્ય સુધરે છે. પલાળેલી બદામ અને દ્રાક્ષ ખાવાની શરુઆત કરશો કે સાત જ દિવસમાં તમને ત્વચા અને વાળમાં ફેરફાર જોવા મળશે. કારણ કે આ બંને વસ્તુઓ એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે તે વાળ અને ત્વચાને હેલ્ધી બનાવે છે.
પલાળેલી બદામ અને દ્રાક્ષનું સેવન રોજ સવારે કરવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે સાથે જ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે જેનાથી હાર્ટ સંબંધિત સમસ્યા થવાનું જોખમ ઘટી જાય છે. પલાળેલી બદામ અને દ્રાક્ષનું સેવન કરવા માટે રાત્રે અલગ અલગ પાણીમાં દ્રાક્ષ અને બદામ પલાળેવી.
આ વસ્તુઓને સવારે પાણીમાંથી કાઢી અને ચાવીને ખાઈ જવી. પલાળેલી બદામ અને દ્રાક્ષનું સેવન કરવાની શરુઆત કરશો કે 7 જ દિવસમાં તમને શરીરમાં ફાયદા અનુભવાશે.