અર્જુનની છાલ અને તજનું એકસાથે સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર જેવી સમસ્યાઑ દૂર કરી શકાય છે. આ સાથે હાર્ટ બ્લૉકેજની સમસ્યાને દૂર કરવામાં તે મદદ કરી શકે છે. ચાલો તમને જણાવી દઈએ વિગતે આ વિષે.
1. હ્રદયની બીમારી માટે ફાયદાકારક : આયુર્વેદ અનુસાર તજ અને અર્જુનની છાલથી બનાવેલ ઉકાળો પીવાથી હ્રદયને ખૂબ ફાયદો થાય છે. આ બંનેના મિશ્રણથી તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડી શકાય છે.
તેનાથી તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલમાં રહે છે. એવામાં જો હ્રદયના દર્દીઓ નિયમિત અર્જુનની છાલ અને તજનો ઉકાળો પીવો છો તો તમારું સ્વાસ્થ્ય વધુ સારું રહેશે.
2. કેન્સરને ભાગડવાના ગુણથી ભરપૂર : આયુર્વેદ એક્સપર્ટ પ્રમાણે તજ અને અર્જુનની છાલ એ એંટીકેન્સર ગુણોથી ભરપૂર હોય છે. જે કેન્સરના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. આ સિવાય તેના સેવનથી કેન્સરનું જોખમ ઓછું થાય છે, આ બંનેના મિશ્રણથી બીમારીઓથી લડવા માટે મદદ મળે છે.
3. ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે : ડાયાબિટીસના દર્દીઓ માટે તજ અને અર્જુનની છાલનું સેવન કરવું એ ફાયદાકારક સાબિત થાય છે. પ્રાકૃતિક ગુણોથી ભરપૂર તજ અને અર્જુનની છાલમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવાના ગુણ હોય છે.
આ સાથે પોલીપેનોલસ સિરામ ગ્લુકોઝ અને ઇન્સ્યુલિનને ઓછું કરવાના ગુણ હોય છે. જે ડાયાબિટીસના જોખમએ ઓછું કરે છે. જો તમે બ્લડ શુગર કંટ્રોલ કરવા માંગો છો તો તમારે દરરોજ તજ અને અર્જુનની છાલનું સેવન કરવું જોઈએ. તમે આની ચા પી શકો છો.
4. ઇમ્યુનિટી બુસ્ટ કરે છે : તજ અને અર્જુનની છાલમાં પ્રાકૃતિક ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે તમને ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ કરી શકે છે.
આયુર્વેદિક ગુણોથી ભરપૂર અર્જુનની છાલ અને તજની ચા લેવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થઈ શકે છે. જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શરદી અને વાયરસથી રાહત આપવામાં અસરકારક છે.
5. બ્લડ સર્ક્યુલેશનને વધુ સારું કરે છે. : બ્લડ સર્ક્યુલેશન માટે તમારે અર્જુનની છાલ અને તજનું સેવન કરવું જોઈએ. જો તમે નિયમિત તજ અને અર્જુનની છાલનો ઉકાળો પીવો છો તો તમારા શરીરમાં ક્લોટિંગની સમસ્યાને દૂર કરી શકાય છે અને જે મિત્રોને લોહી જાડું થવાની સમસ્યા હોય તેમના માટે આ ફાયદાકારક છે.
આના સેવનથી શરીરમાં લોહીનો પ્રવાહ વધુ સારો થાય છે. ઉપરાંત, તે હૃદયની પમ્પિંગ ક્ષમતાને સુધારી શકે છે.