આ ઔષધીના ઉપયોગથી હાથ – પગના બધા જ દુખાવા દૂર થઈ જશે

 

અશ્વગંધાથી થતા લાભ વિશે તો તમે પણ સાંભળ્યું હશે. તેનો ઉપયોગ પણ તમે કર્યો હશે. મોટાભાગે લોકો અશ્વગંધાને દૂધમાં ઉમેરીને લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કો અશ્વગંધાને મધ સાથે લેવાથી શરીરની અનેક બીમારી દવા વિના મટી શકે છે ?

અશ્વગંધા કે અસગંધ જે પણ કહો તે સ્વાસ્થ્ય માટે ઔષધિ સમાન છે. તેના લાભ વિશે આયુર્વેદમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં ન્યુરોપ્રોટેક્ટિવ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે શરીરની અને માનસિક સમસ્યાને દુર કરે છે.

મધમાં પણ ઘણા ઔષધિય ગુણ હોય છે તેથી અશ્વગંધાનું સેવન મધ સાથે કરવાથી તેનાથી થતા લાભ પણ બમણા થઈ જાય છે. અશ્વગંધા અને મધ એક સાથે લેવાથી શારીરિક અને માનસિક સમસ્યાઓમાં ફાયદો થાય છે. શરીરમાં ઈન્ફેકશન કે દુખાવો કે સોજો હોય તો અશ્વગંધા અને મધ લેવું જોઈએ. તેનાથી છાતી અને પાંસળીઓની સમસ્યા દુર થાય છે.

અશ્વગંધા અને મધના મિશ્રણમાં એન્ટી ડ્યુમર ગુણ હોય છે તેનું સેવન કરવાથી શરીરમાં ટ્યુમર જેવી ગંભીર બીમારીનું જોખમ ઓછું થાય છે. તેના માટે રોજ નિશ્ચિત માત્રામાં અશ્વગંધા અને મધ લઈ શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અશ્વગંધા અને મધ લેવાથી ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે. તેનું સેવન કરવાથી શરીરની રોગ સામે લડવાની ક્ષમતા વધે છે. અશ્વગંધા અને મધનું મિશ્રણ ઈમ્યુનિટી બુસ્ટર તરીકે અસર કરે છે.

શરીરમાં સોજાની સમસ્યા હોય ત્યારે પણ અશ્વગંધા અને મધનું મિશ્રણ લઈ શકાય છે. તેનાથી શરીરમાં આવતા સોજા દુર થાય છે. તેમાં સોજાને દુર કરતાં ગુણ જોવા મળે છે.

અશ્વગંધા અને મધનું મિશ્રણ લેવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટે છે. તેનું સેવન કરવાથી શરીરમાં સારું કોલેસ્ટ્રોલ વધે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અનિંદ્રાની સમસ્યા હોય તો પણ અશ્વગંધા અને મધનું મિશ્રણ લેવું જોઈએ. તેનું સેવન કરવાથી સ્ટ્રેસ દુર થાય છે, માનસિક થાક દુર થાય છે અને ઊંઘ સારી આવે છે.

આંખની કોઈપણ સમસ્યા હોય તેને દુર કરવી હોય તો અશ્વગંધા અને મધનું મિશ્રણ લેવાની શરુઆત કરી દો. આ વસ્તુઓનું મિશ્રણ આંખમાં ફાયદાકારક છે. અશ્વગંધા અને મધનું મિશ્રણ એકસાથે લેવાથી આંખનું તેજ વધે છે.

જો કે અશ્વગંધા અને મધનું મિશ્રણ લેવાની શરુઆત કરતાં પહેલા એકવાર તમારા ડોક્ટરની સલાહ લઈ લેવી. કારણ કે તેની માત્રા વધી જાય તો શરીરને નુકસાન પણ થઈ શકે છે. તેથી સ્વાસ્થ્ય નિષ્ણાંતની દેખરેખમાં તેનો ઉપયોગ કરવો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!