આ ઉપાયથી તમારા શરીરની ચરબી રોકેટ ની સ્પીડમાં ઉતરી જશે

 

જો તમે પણ વધારે વજનથી ત્રસ્ત છો અને વજન ઘટાડવા માટે ઘણા સમયથી ટ્રાય કરો છો અને તો પણ વજન ઝડપથી ઉતરવાનું નામ નથી લેતું તો ચિંતામુક્ત થઈ જાઓ. આજે તમને વજન ઉતારવાની એવી જોરદાર ટીપ્સ જણાવીએ જેને ફોલો કરવાથી તમારું વજન પહેલા કરતાં વધારે ઝડપથી ઉતરશે.

આજે તમને વજન ઝડપથી ઉતારે તેવા ઘરગથ્થુ ઉપાય જણાવીએ. આ ઉપાયો કરવાની શરુઆત કરશો એટલે થોડા જ દિવસોમાં વજનમાં ઘટાડો જોવા મળશે. તો ચાલો જાણી લો કે તમારે વજન ઉતારવા માટે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે.

સૌથી પહેલા આહારમાં પ્રોટીનયુક્ત અને ફાયબરથી ભરપુર વસ્તુઓ લેવાનું શરુ કરો. તેનાથી ચરબી બર્ન થવાની પ્રક્રિયા ઝડપી થાય છે. દૈનિક આહારમાં પનીર, કઠોળ, માછલી, ઈંડા, ટોફુ, લીલા શાકભાજી, એવોકાડો, બ્રોકોલી વગેરે વધારે લેવા.

આ સિવાય ખોરાકમાં કાળા મરીનો સમાવેશ કરવો. તેનાથી કારણે વજન ઘટવામાં મદદ મળે છે. કાળા મરીનો પાવડર તમે છાશમાં ઉમેરીની પી શકો છો. આ સિવાય દિવસ દરમિયાન જીરાનું પાણી પીવાનું રાખો. જીરું વજન ઉતારવાની પ્રક્રિયામાં અસરકારક રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જીરું એન્ટીઓક્સીડેન્ટ, મિનરલ્સ, વિટામીન્સથી ભરપુર હોય છે તેનાથી મેટાબોલિઝમ ઝડપી બને છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું આખી રાત પલાળી રાખો. સવારે તેને ગાળીને નરણાંકોઠે પી જવું. તમે તેમાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.

દૈનિક આહારમાં સફેદ મીઠાને બદલે સિંધવ મીઠુંનો ઉપયોગ કરો અથવા બ્લેક સોલ્ટનો ઉપયોગ કરો. એલચીનો ઉપયોગ કરવાથી પણ વજન ઉતરે છે. તેને પણ રાત્રે પાણીમાં પલાળી સવારે આ પાણી પી જવું. તેનાથી ચયાપચયની ક્રિયા સારી રીતે થાય છે અને ચરબી બળે છે.

દૈનિક આહારમાં દૂધીનો ઉપયોગ વધારે કરવો. દૂધનું શાક અથવા દૂધીનો રસ પીવાથી વજન ઉતારવામાં મદદ મળે છે. આહારમાં દહીં અને છાશ પણ વધારે પ્રમાણમાં લેવા જોઈએ. તેનાથી આંતરડા સ્વસ્થ રહે છે અને પાચનતંત્ર મજબૂત રહે છે. તેના કારણે ખોરાક બરાબર પચે છે અને વજન વધતું અટકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કોઈપણ પ્રકારના આર્ટીફિશિયલ ફ્લેવરવાળા પીણા પીવાને બદલે દેશી પીણા પીવાનું રાખવું જોઈએ. જેમકે નાળિયેર પાણી, શિકંજી, શેરડીનો રસ પીવાનું રાખો.

તમે કાકડી પણ ખાઈ શકો છો. તેનાથી શરીરને લાભ થાય છે. અળસીના બીજનું સેવન કરવાથી પણ લાભ થાય છે. તેનાથી ભૂખ કંટ્રોલમાં રહે છે.

અળસીની જેમ ચિયા શીડ પણ લાભકારી છે. અજમાથી પણ વજન ઉતરે છે. અજમાને પાણીમાં ઉકાળી અને તેનું સેવન તે હુંફાળુ હોય ત્યારે કરવાથી લાભ થાય છે. સવારે અજમા કે તુલસીવાળુ ગરમ પાણી પીવાનું રાખશો તો વજન ઝડપથી ઉતરશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!