વજન ઓછું કરવું છે પણ કરસત માટે સમય નથી મળતો, ડાયટિંગ થઈ નથી શકતી તો આજે તને એક સૌથી સરળ રસ્તો જણાવીએ જેમાં તમારે કંઈજ કરવાનું નથી અને તમારું વજન ઓછું થશે.
જી હાં તમારે ફક્ત તમારી દિનચર્યામાં કેટલાક ફેરફાર કરી અને વજન ઘટાડવાની મજા લેવાની છે. આજે તમને જણાવીએ કે તમે કઈ કઈ વાતનું ધ્યાન રાખી વજન ઘટાડી શકો છો.
જો તમે વર્કિંગ વુમન છો અને રોજ તાજા ફળ લાવવાનો સમય મળતો નથી તો રજાના દિવસે હેલ્ધી શાકભાજી અને ફળ ઘરે લાવીને રાખો જેથી તમે તેને ખાઈ શકો. આ સિવાય ઘર દાળિયા, પોપકોર્ન, બ્રાઉન બ્રેડ પહેલાથી જ રાખો જેથી ભુખ લાગે ત્યારે હેલ્ધી વસ્તુ ખાઈ શકો.
રોજના ટિફિનમાં તાજા ફળ અને ડ્રાયફ્રુટ પણ સાથે મુકવાની ટેવ પાડો. જેથી ભુખ લાગે ત્યારે અનહેલ્ધી વસ્તુ ખાવી ન પડે. જમાવામાં સૂપ, સલાડ, સ્પ્રાઉટસ, ફળ ખાવી જરૂરી છે કારણ તે તેને પચવામાં સમય લાગે છે અને તમે ઓવર ઈટીંગ કરવાથી બચી જાઓ છો.
મગની દાળના ચીલ્લા, ચણાના લોટના ચિલ્લા, આમલેટ બનાવો તો નોનસ્ટીક પેનનો ઉપયોગ કરો જેથી તેલની જરૂર ન પડે અથવા ઓછી પડે. જમાવામાં શાકભાજી ઉપરાંત દાળ, બ્રાઉન રાઈસ વગેરેનો ઉપયોગ કરવો.
પાર્ટીમાં કે બહાર જવાનું હોય ત્યારે ઘરેથી હેલ્ધી નાસ્તો કરીને નીકળો જેથી પાર્ટીમાં ઓવરઈટીંગથી બચી શકાય. લગ્નમાં કે પાર્ટીમાં રાખેલી બધી જ વસ્તુઓ ખાવી જરૂરી નથી. પસંદ હોય તે જ વસ્તુ ખાઓ અને ઓછી માત્રામાં ખાઓ.
હોટેલમાં પૈસા વસુલ કરવા હોય તે બધુ ખાઈ જ લેવું તેવું વિચારશો નહીં. જેટલી ભુખ હોય તેનાથી ઓછું જમવું.
લંચ કે ડિનરમાં સલગમના પાન, મૂળાના પાન, કોબીજ, પાલક કે પાંદળાવાળા શાકભાજી વધારે લેવા. તેમાં વિટામીન ઘણા હોય છે અને તે ફેટ ફ્રી હોય છે.
દૈનિક આહારમાં દાડમ, ગાજર, કેપ્સિકમ, ટામેટું, પપૈયું, તરબૂત વગેરે સામેલ કરો. તેનાથી વૃદ્ધત્વના લક્ષણો દેખાતા અટકે છે.
ખાવા-પીવાની ઈચ્છા થતી રોકવા માટે સૂપ, નાળિયેર પાણી, હર્બલ ટી વગેરે પીવી. આ વસ્તુઓ હેલ્ધી છે અને તે તૃષ્ણાને સંતોષે છે.
દિવસમાં એકવારમાં વધારે ખાવા કરતાં 4 થી 5 વખત થોડું થોડું કરીને જમો. તેનાથી વજન નિયંત્રણમાં રહેશે. ડાયટિંગ એવી રીતે ન કરો કે જેનાથી તમારા સ્વાસ્થ્ય પર અસર થાય.
સંશોધન અનુસાર કોઈપણ વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા 5 મિનિટ જ રહે છે. તેથી 5 મિનિટ તમે કંટ્રોલ કરી લેશો તો ઓવરઈટિંગ અને વધતા વજનથી બચી જશો.