ફકત 5 મિનિટ આ તેલની માલિશ કરશો તો પગનો દુખાવો, સાંધાનો દુખાવો ગાયબ જ થઈ જશે

 

ઘરે મસાજ કરવી એ બહુ સરળ છે. તેલ માલિશ કરતાં કરતાં પગના એ પોઈન્ટ દબાવવામાં આવે તો તરત જ રાહત મળે છે. તમે ગરમ તેલનો પણ વપરાશ કરી શકો છો.

આને તમે પગના તળિયેથી લઈને પગ ઉપર સુધી પણ માલિશ કરી શકો છો. ચાલો તમને સૌથી પહેલા જણાવી દઈએ માલિશ કરવાના ફાયદા.

1. તણાવ દૂર કરશે : જો તમે કોઈ વાતને લઈને ખૂબ તણાવમાં છો તો પગની માલિશ કરવાથી તણાવથી રાહત મળશે. સંશોધન પ્રમાણે પગમાં માલિશ કરવાથી તમે 25-30 ટકા સુધી તણાવ ઘટાડી શકો છો.

ફૂટ મસાજથી શરીરમાં કોર્ટીસોલનું લેવલ ઘટે છે. આ સિવાય મસાજ કરવાથી એવા હોર્મોનનું લેવલ વધારે છે જેનાથી તમને તણાવ ઓછો થાય.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે અઠવાડિયામાં ઓછામાં ઓછી 4 વાર પગની મસાજ કરો છો તો તમારી તણાવનું લેવલ ખૂબ ઓછું થઈ જશે. તમે ઈચ્છો તો પેડિક્યોર જેવો ઓપ્શન પણ પસંદ કરી શકો છો.

2. સારી ઊંઘ લાવવા માટે : સંશોધન કહે છે કે જો તમને રાત્રે સારી ઊંઘ નથી આવી રહી તો સૂતા પહેલા પગની માલિશ કરવી જોઈએ અને સાથે પગની પાનીનો શેક પણ કરશો તો સારી ઊંઘ આવશે.

તમારી સવાર ખૂબ સારી થશે અને આખો દિવસ તમે ફ્રેશ અને એકદમ મૂડમાં રહેશો. દરરોજ ફક્ત 10 મિનિટ પગની મસાજ કરી શકો છો. આનાથી તમને સારી ઊંઘ મળશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

3. દુખાવાથી મળશે રાહત : નિષ્ણાતોની મતે પગની માલિશ એ લોકોને મદદ કરે છે જેમને જૂના દુખાવાથી તકલીફ હોય. ફક્ત 5 મિનિટ માલિશ કરવાથી તમને દુખાવાથી રાહત મળશે. હકીકત એ છે કે પગમાં માલિશ કરવાથી અમુક એવા હોર્મોન નીકળે છે જે તમારો દુખાવો દૂર કરતાં હોય છે.

4. શારીરિક સંતુલન વધુ સારું થાય છે : જો તમે યોગ કરો છો, તો તમારે પગની મજબૂતાઈ પર સૌથી વધુ ધ્યાન આપવું પડશે. આવી સ્થિતિમાં દરરોજ તમારા પગની મસાજ કરો. આ પગનું સંતુલન જાળવવામાં મદદ કરે છે.

તમે અઠવાડિયામાં ત્રણ વાર માત્ર 30 મિનિટની મસાજથી તમારી સ્થિતિ સુધારી શકો છો. સંશોધન દર્શાવે છે કે જો ઓસ્ટિઓઆર્થરાઈટિસના દર્દીઓ લવંડર તેલથી માલિશ કરે છે, તો તે તેમના માટે ખૂબ ફાયદાકારક છે.

5. પગના સોજા થાય છે ઓછા. : પગમાં સોજો, જેને એડીમા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઘણા કારણોસર હોઈ શકે છે, જેમ કે ગર્ભાવસ્થા, દારૂનું સેવન અથવા ગરમ અથવા ઠંડા હવામાન વગેરે. પગની મસાજ રક્ત પરિભ્રમણને વધારે છે અને સોજો ઘટાડવામાં મદદ કરે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!