આ વસ્તુનું સેવન કરશો તો કોલેસ્ટ્રોલ અને હાઈ બીપી તરત જ કંટ્રોલમાં આવી જશે

 

મખાના પોષકતત્વોથી ભરપુર સુપરફૂડ છે. તે વ્રત ઉપવાસ દરમિયાન પણ ખાઈ શકાય છે. તેનું સેવન નાસ્તામાં કરવાથી શરીરને જરૂરી પોષકતત્વો મળી રહે છે. તેથી જ તેને સુપરફૂડ પણ કહેવાય છે.

મખાનાનું 90 ટકા ઉત્પાદન ભારતમાં થાય છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન અને ફાયબર જેવા તત્વો ભરપુર હોય છે. તેમાં જરૂરી બધા વિટામીન્સ હોય છે. તેમાં અખરોટ, કાજુ અને અન્ય ડ્રાયફ્રુટ પણ હોય છે. તેનું સેવન કરવાથી થતા લાભ વિશે ચાલો જણાવીએ વિસ્તારપૂર્વક

મખાનામાં પ્રોટીન ભરપુર પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી ભૂખ ઝડપથી લાગતી નથી અને તમે વધુ પડતું ખાતા બચો છો. જેના કારણે કુદરતી રીતે તમારું વજન વધતું અટકે છે. તેનું સેવન સવારે કરવાથી શરીરને પોષણ મળે છે.

તેમાં સોડિયમનું પ્રમાણ પણ સારું એવું હોય છે. તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. મખાનામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને ઘટાડે છે. તેનું સેવન હાઈ બીપીના દર્દીએ ખાસ કરવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મખાનામાં એન્ટી એજીંગ તત્વ હોય છે જે એન્ટી ઓક્સિડેન્ટથી પણ ભરપુર હોય છે. જે ત્વચા પર થતી વધતી ઉંમરની અસરને પણ ઓછી કરે છે.

તેનું સેવન કરવાથી ત્વચા પર કરચલીઓ અને સફેદ વાળની સમસ્યા ઘટવા લાગે છે. તેમાં જે કેમ્પફેરોલ નામનું તત્વ હોય છે તે સોજાને અટકાવે છે.

મખાનામાં કેલેરી ખૂબ ઓછી હોય છે અને એન્ટી ઓક્સીડન્ટ વધારે તેનાથી કોલેસ્ટ્રોલ ઘટે છે અને તેનાથી હાર્ટની બીમારીઓ, આર્થરાઈટિસમાં પણ રાહત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ડાયાબીટીસના દર્દી માટે મખાના લાભકારી છે. મખાનામાં ગ્લાયસમીક ઈન્ડેક્ષ ઓછું હોય છે જેના કારણે રક્તમાં શુગરની માત્રા વધતી નથી. તેનાથી નર્વ સિસ્ટમ સંતુલિત રહે છે.

એક દિવસમાં કેટલા મખાના ખાવા ?

એક દિવસમાં સામાન્ય રીતે એકથી બે મુઠ્ઠી મખાનાનું સેવન કરી શકાય છે. તે પ્રોટીન, ફાયબર, ફેટ અને કાર્બોહાઈડ્રેટથી ભરપુર હોય છે તેથી તેનું સેવન વધારે કરવું ન જોઈએ. વજન ઓછું કરવું હોય તો રોજ 30 ગ્રામથી ઓછા મખાના ખાવા જોઈએ.

મખાનાને તમે સવારે અંજીર અને બદામની સાથે ખાઈ શકો છો. તેનાથી દિવસભર શરીરમાં ઊર્જા જળવાઈ રહેશે.

આ સિવાય તમે તેને સાંજના નાસ્તા તરીકે પણ લઈ શકો છો. તેને ઘીમાં શેકી અને સંચળ ઉમેરી તેનું સેવન કરવું જોઈએ. તમે મખાનાની ખીર પણ બનાવી શકો છો. તેમાં સાથે કેળા, ડ્રાયફ્રુટ પણ નાખી શકાય છે. તમે ઘી અને ગોળનો પાયો કરી અને તેમાં મખાના રોસ્ટ કરીને પણ તેનું સેવન કરી શકો છો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!