ફકત આ ધ્યાન રાખશો તો જિંદગીમાં ક્યારેય નસો બ્લોક નહીં થાય

 

અવારનવાર લોકો બ્લડ પ્રેશર વધવા અને શુગર લેવલ વધવાની જ ચિંતામાં રહેતા હોય છે. ચિંતા થવી પણ જોઈએ કેમ કે શરીરમાં કોઈપણ વસ્તુઓના સેવનથી શરીરમાં કોઈને કોઈ પરિવર્તન આવતું હોય છે. પણ આ બીપી અને ડાયાબિટીસ સિવાય પણ એક એવી જરૂરી વસ્તુ છે જેનું ધ્યાન આપણે રાખવું જોઈએ.

એ વસ્તુ છે કોલેસ્ટ્રોલ. બહુ ઓછા લોકો હોય છે જેમને કોલેસ્ટ્રોલની ચિંતા હશે પણ તમને જણાવી દઈએ કે કોલેસ્ટ્રોલને લીધે વ્યક્તિને હ્રદયની બીમારી પણ થઈ શકે છે,

કોલેસ્ટ્રોલથી શરીરની નસોમાં એક પરત જમાં થાય છે તેના લીધે લોહી નસોમાં બરાબર ફરી શકતું નથી અને દબાણ થાય છે પરિણામ એ થાય છે કે આપણને અચાનક જ ઘણી બીમારીઓ જકડી લેતી હોય છે. આજે અમે તમને જણાવી રહ્યા છે કે એવી કઈ વસ્તુઓ છે જેનાથી દૂર રહેવાથી તમે કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડી નસો સાફ કરી શકો છો.

મીઠું ખાવાનું ઓછું કરી દેવું : મીઠું એટલે કે સોડિયમ. મીઠાનું પ્રમાણ ઓછું કરવાથી તમને બહુ ઓછા સમયમાં આનો ફાયદો જોવા મળશે. તમને જણાવી દઈએ કે એક દિવસમાં લગભગ 2300 મિલિગ્રામ મીઠું એટલે કે એક ચમચી મીઠું જ ખાવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેનાથી વધારે મીઠું ખાવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ નુકશાનકારક રહે છે. મીઠું પ્રમાણમાં ઓછું ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું નથી થતું પણ તેના લીધે જે ક્રિયા ધીમી પડી જાય છે તે નિયમિત કરે છે. આમ કરવાથી હ્રદય રોગનું જોખમ ઓછું કરી શકે છે.

કોલેસ્ટ્રોલ વધારે તેવું ભોજન કરવું નહીં : એક દિવસમાં 200 મિલિગ્રામથી ઓછું કોલેસ્ટ્રોલનું સેવન કરવું જોઈએ. માંસમાં કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય છે. આ સિવાય ઈંડાની જરદી, જિંગા માછલી અને ડેરી ઉત્પાદકોમાં પણ કોલેસ્ટ્રોલ વધુ હોય છે. એટલે તેનું સેવન પણ બહુ ઓછા પ્રમાણમાં લેવું જોઈએ.

આલ્કોહોલનું સેવન ન કરો: આલ્કોહોલનું સેવન કરવાથી શરીરમાં વધારાની કેલરી વધી શકે છે, જેના કારણે વજન વધી શકે છે. વજન વધવાથી એલડીએલનું સ્તર વધી શકે છે અને એચડીએલનું સ્તર ઘટી શકે છે. આ ઉપરાંત, આલ્કોહોલનું સેવન હૃદયની બીમારીઓનું જોખમ પણ વધારી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સંતૃપ્ત ચરબીનો વપરાશ ટાળો: વધારે ચરબીવાળા ખોરાક ખાવાનું ટાળો. આ સંતૃપ્ત ચરબી (જેમ કે ચીઝ, ફેટી મીટ અને ડેરી ડેઝર્ટ) અને ઉષ્ણકટિબંધીય તેલ (જેમ કે પામ તેલ)માંથી આવે છે. જે ખોરાકમાં સંતૃપ્ત ચરબી વધુ હોય છે તેમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!