દહી અને કેળાં ઘણા લોકોને ખાવા પસંદ હોય છે. આ એક દેશી કોમ્બિનેશન છે જેને લોકો ખાવું ખૂબ પસંદ કરતાં હોય છે. તમને જણાવી દઈએ કે આને ખાવાથી પેટમાં ઠંડક થાય છે. આ સાથે કબજિયાતથી છુટકારો મળે છે. પણ શું દહી અને કેળાંનું કોમ્બિનેશન ખરેખર હેલ્થી છે?
દહી અને કેળાંએ એક હેલ્થી ઓપ્શન નથી, તેનાથી ડાયજેસ્ટિવ મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. આના સેવન કરવાથી શરીરમાં ટોક્સિનનું પ્રમાણ વધી શકે છે. તેનાથી કબજિયાત, ડાયેરિયા અને ફૂડ ઇન્ફેકશન થઈ શકે છે.
પણ તમને જણાવી દઈએ કે આયુર્વેદિક એક્સપર્ટનું માનીએ તો દહી અને કેળાંનું સાથે સેવન કરવાથી ઘણા લાભ પણ થતાં હોય છે. ચાલો તમને જણાવી દઈએ આ ખાસ ઉપયોગી ફાયદા.
નબળાઈ દૂર કરે છે : દહી અને કેળાં એ બંને શરીરની એનર્જી બુસ્ટ કરવાનું કામ કરે છે. આ મિશ્રણને ખાવાથી શરીરને તાકાત મળે છે. આ સિવાય ગરમીમાં નબળાઈ આવી જતી હોય તો કેળાં અને દહીના સેવનથી એનર્જી બુસ્ટ રહેશે. તમે આને નાસ્તામાં ખાઈ શકો છો.
પાચનતંત્ર ઠીક કરે છે : દહીમાં સારા બેક્ટેરિયા, કેલ્શિયમ, વિટામિન અને મિનરલ ખૂબ સારા પ્રમાણમાં હોય છે. તો કેળાંમાં વિટામિન, આયરન અને ફાયબર હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ વસ્તુ પેટમાં સારા બેક્ટેરિયા વધારે છે અને પેટને ઠંડુ રાખે છે. તેનાથી પેટનું પીએચ લેવલ બરાબર રહે છે.
સેસિટીવીટીથીથી પીડાતા હોય તેમને માટે ફાયદાકારક : દહી એ રાઈબોફલેવિન, ફૉસ્ફરસ, કેલ્શિયમ અને વિટામિન બી12નો સારો સ્ત્રોત હોય છે. જે લોકોને દૂધ પસંદ નથી તેમણે દહી અને કેળાં ખાવા ખૂબ ફાયદાકારક ગણાય છે.
કબજિયાતથી છુટકારો મળશે : દહી અને કેળાં એકસાથે ખાવાથી તમને કબજિયાતની તકલીફ થશે નહીં. દહી અને કેળાં એ બંને બેક્ટેરિયાને બુસ્ટ કરે છે અને મેટાબોલિઝમ ફાસ્ટ કરી દે છે.
આ પેટને સાફ કરે છે અને કબજિયાત થતાં રોકે છે. આ સિવાય બંને મળીને મળમાં ચીકાશ લાવવાનું કામ કરે છે. અને તમને મળ ત્યાગ કરવામાં સરળતા રહે છે.
તણાવ દૂર કરે છે : કેળાંમાં રહેલ પોટેશિયમ માંસપેશિયોને આરામ આપવામાં મદદરૂપ થાય છે જ્યારે દહીમાં રહેલ સોડિયમ તેમાં સંકૂચન ઉત્પન્ન કરે છે. આનું સંયોજન એ મગજમાં સંતુલન ઉત્પન્ન કરે છે. તેના પોષકતત્વો કોશિકાઓને હેલ્થી બનાવે છે આ સાથે કેળાંમાં રહેલ તત્વો એ મૂડ સ્વિંગથી બચાવે છે.