આ ખાસ ડ્રીંક પીશો તો પેટની ચરબી બરફની જેમ ઓગળવા માંડશે

 

લીંબુ અને ઘી એ સ્વાદની સાથે સાથે હેલ્થ માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. લીંબુ કે જે વજન ઓછું કરવાથી લઈને ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં ફાયદાકારક છે તો ઘીનું સેવન કરવાથી પણ ઇમ્યુનિટી પાવર વધારી શકાય છે આ સાથે શરીરની ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકાય છે.

પણ શું તમે જાણો છો કે લીંબુ અને ઘીનું એકસાથે સેવન કરવાથી પણ શરીરને અઢળક ફાયદા થાય છે. તેના સાથે સેવનથી શરીરની ઘણી મુશ્કેલીઓ દૂર કરી શકાય છે.

આયુર્વેદમાં લીંબુ અને ઘીનું એકસાથે સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ચાલો તમને જણાવી દઈએ તેના રસપ્રદ ઉપયોગી ફાયદા.

કબજિયાતથી મળશે છુટકારો : એક્સપર્ટ પ્રમાણે લીંબુ અને ઘી એકસાથે ઘણી રીતે ખાઈ શકાય છે. તેનાથી કબજિયાતની મુશ્કેલી દૂર થાય છે. આ મિશ્રણ એ પિત્ત અને વાતના દોષને દૂર કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કબજિયાત થવા પર એક ગ્લાસ હૂંફાળા ગરમ પાણીમાં એક ચમચી ઘી અને લીંબુનો રસ મિક્સ કરો અને પીવો. આનાથી કબજિયાતમાં રાહત મળશે.

વજન ઘટાડવા માટે : દેશી ઘી અને લીંબુનું મિશ્રણ વજન ઘટાડવા માટે પણ ઉપયોગી થાય છે. આનું સેવન તમે દાળમાં લીંબુ અને ઘી મિક્સ કરીને પણ કરી શકો છો. તમે સવારે ઊઠીને ગરમ પાણી સાથે પણ ઘી અને લીંબુ લઈ શકો છો.

નિયમિત આનું સેવન કરવાથી શરીરમાં વજન કંટ્રોલમાં રહે છે. ધ્યાન રાખો કે ફક્ત આના સેવનથી જ વજન ઘટવા લાગશે એવું નથી આની સાથે તમારે કસરત અને ડાયટ પણ ફોલો કરવાની રહેશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ચહેરા પરના ડાઘ ધબ્બાથી મળશે રાહત : લીંબુ અને દેશીઘીનું મિશ્રણ એ ડાઘ ધબ્બાની મુસીબતથી પણ તમારો પીછો છોડાવશે. આની માટે દેશી ઘીના અમુક ટીપાં લેવા અને તેમાં લીંબુનો રસ મિક્સ કરવો પછી આ મિશ્રણને ચહેરા પર લગાવો. આ સાથે ચહેરા પર ચમક પણ વધશે અને ચહેરો સ્કીન સુંવાળી રહેશે.

ખરતા વાળની મુશ્કેલી થશે દૂર : લીંબુ અને ઘીનો એકસાથે ઉપયોગ કરવાથી વાળ ખરવાની સમસ્યાને દૂર કરી શકાય છે. આ માટે 1 બાઉલમાં ઘી લો. તેમાં લીંબુના રસના થોડા ટીપા ઉમેરો.

આ પછી, આ મિશ્રણને તમારા વાળ અને માથાની ચામડી પર લગાવો. પછી થોડા કલાકો પછી તમારા વાળ ધોઈ લો. તેનાથી ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યા દૂર થઈ શકે છે.

ઇમ્યુનિટી થશે બુસ્ટ : ઘી અને લીંબુના સેવનથી ઇમ્યુનિટી બુસ્ટ થઈ શકે છે. લીંબુ અને ઘી એ એંટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે તો ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં તે ખૂબ મહત્વનો ફાળો આપે છે. રોગપ્રતિકારક શક્તિ વધુ સારી બનાવવા માટે દરરોજ ગરમ પાણીમાં લીંબુ અને ઘી મિક્સ કરીને પીવું જોઈએ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!