તમારા ખોખરા થઈ ગયેલા હાડકાંને ભીમ જેવા મજબુત કરવા કરી લો આ ઉપાય

આપણાં શરીરને મજબૂત બનાવવા માટે સૌથી પહેલા આપણાં હાડકાં મજબૂત હોવા ખૂબ જરૂરી છે. જો આપણાં હાડકાં મજબૂત હશે તો આપણે સારી રીતે ચાલી શકીશું, શરીરમાં દુખાવો થશે નહીં. પણ જો તમારા હાડકાં નબળા છે તો તમને ઉઠવામાં, બેસવામાં, ચાલવામાં અને બીજા ઘણા કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

1. દૂધ : દૂધને પ્રોટીન, કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે. દૂધનું સેવન કરવાથી રાત્રે ઊંઘ પણ સારી આવે છે અને આ સાથે બીજી ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે.

2. ઈંડા : ઈંડા પણ પ્રોટીનથી ભરપૂર હોય છે. ઈંડા તમે કોઈપણ સમયે ખાઈ શકો છો. ઈંડામાં મળવાવાળા તત્વો એ શરીરને મજબૂત કરવાનું કામ કરે છે. જે મિત્રો ઈંડા નથી ખાતા તેઓ સોયાબીનની વસ્તુઓનું સેવન પણ કરી શકે છે.

3. સાલમન : આ ફિશમાં વિટામિન ડી એ સારા પ્રમાણમાં હોય છે. તેના સેવનથી હાડકાં મજબૂત થતાં હોય છે. બાળકો જ્યારે નાના હોય છે ત્યારે તેમની દવામાં તેનું થોડું પ્રમાણ હોય છે આ ફિશને ડાયટમાં શામેલ કરવાથી શરીરની ઘણી તકલીફો દૂર થઈ જતી હોય છે.

4. બ્રોકોલી : બ્રોકોલી એક લીલું શાક છે તેમાં વિટામિન સી સારા પ્રમાણમાં હોય છે. બ્રોકોલીને ડાયટમાં શામિલ કરીને હાડકાં મજબૂત કરી શકાય છે. તમે બ્રોકોલીનું સૂપ, સલાડ, શાક કે પછી એમ જ તમને ભાવે તો ખાઈ શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

5. લીલા શાકભાજી : લીલા શાકમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને પોષણ હોય છે જો તમારા હાડકાં નબળા છે તો તમે લીલા શાકભાજીનું નિયમિત સેવન કરો આમ કરવાથી તમારા હાડકાં જલ્દી મજબૂત બનવા લાગશે. લીલા શાકભાજીને તમારા નિયમિત ડાયટમાં શામેલ કરો.

6. બદામ : બદામ એ ખાવામાં હેલ્થી અને મગજ માટે ખૂબ સારી હોય છે. તેમ કેલ્શિયમ અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે જે તમારા હાડકાંની માટે ખૂબ જરૂરી છે અને તે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. એવામાં જો તમે પાણીમાં પલાળેલ બદામનું સવારે સેવન કરો છો તમારા હાડકાં મજબૂત થશે.

7. ડેરી પ્રોડક્ટ : આ પ્રોડક્ટ્સમાં કેલ્શિયમ અને મિનરલ સારા પ્રમાણમાં હોય છે જે તમારા હાડકાં માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે. હાડકાંને સ્ટ્રોંગ બનાવવા માટે દૂધ ખૂબ જરૂરી માનવામાં આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!