મફતમાં મળતી આ વસ્તુ માથા લગાવશો તો વાળ શેમ્પૂ કરતા પણ વધારે સિલ્કી અને ચમકદાર થઈ જશે

આજકાલ માર્કેટમાં મળતા શેમ્પૂમાં રહેલ કેમિકલથી હેરાન થઈને લોકો નેચરલ ઉપાય કરવા તરફ વળી રહ્યા છે. ડુંગળી એ આપણાં વાળ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે

પણ શું તમને ખબર છે કે ડુંગળીના છોડીયા કે જેને આપણે કચરો સમજીને ફેંકી દેતા હોઈએ છે તે કચરોએ વાળને વધારવા અને વાળને મજબૂત કરવા માટેનું કામ કરે છે.

તો હવે જ્યારે પણ તમે ડુંગળી વાપરો તો તેના છોતરાં એટલે કે ફોતરાંને ફેંકી દેતા નહીં. તેમાંથી તમે શેમ્પૂ બનાવીને વાપરી શકો છો. ચાલો તમને જણાવીએ કે શેમ્પૂ કેવીરીતે બનાવશો અને તેના ફાયદા.

સૌથી પહેલા તમને જણાવી દઈએ આ નેચરલ શેમ્પૂના ફાયદા.

આ શેમ્પૂમાં કોઈપણ પ્રકારનું કેમિકલ વપર્યુ નથી હોતું એટલે તે તમારા વાળ માટે સંપૂર્ણ સુરક્ષિત છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ડુંગળીના છોડીયાથી બનેલ શેમ્પૂને લગાવવાથી ખોડાની સમસ્યા દૂર થાય છે અને વાળનો ગ્રોથ સારો થાય છે.

ડુંગળીના છોડીયામાં એંટીઓક્સિડેન્ટ ગુણ હોય છે જેનાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે.

ડુંગળીના છોડીયામાં વિટામિન ઇ,એ,સી બધુ હોય છે જેનાથી વાળ લાંબા સમયથી ઘેરા અને કાળા રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હવે તમને જણાવી દઈએ શેમ્પૂ કેવીરીતે બનાવશો.

1. ડુંગળીના છોડીયાનું શેમ્પૂ બનાવવા માટે તમારે ડુંગળીના છોડીયા (ફોતરાં), મેથી દાણા, એલોવેરા જેલ, વિટામિન ઇની કેપ્સૂલ જોઈશે.

2. શેમ્પૂ બનાવવા માટે તમારે ચારથી પાંચ ડુંગળીના છોડીયા જોઈશે. તેના બધા છોડીયા ભેગા કરીને એક વાસણમાં નાખી દો.

3. વાસણમાં ડુંગળીના છોડીયા સાથે મેથી દાણા નાખી તેમ પાણી ઉમેરો અને ચાની ભૂકી નાખી તેને ઉકાળો.

4.  જ્યારે પાણી બરાબર ઉકળી જાય તો તેનો રંગ બદલાઈ જશે અને ડુંગળીના છોડીયાનો રસ તેમાં ભળી જશે.

5. તે પછી ગેસ બંધ કરી દેવો ને પાણીને ઠંડુ થવા દેવું, જ્યારે પાણી ઠરી જાય તો તેને ગાળીને એક બોટલમાં ભરી દો.

6. હવે તેમાં એલોવેરા જેલ, 2 વિટામિન ઇની કેપ્સૂલનું તેલ ઉમેરો તમે ઈચ્છો તો તેમાં માઈલ્ડ બેબી શેમ્પૂ ઉમેરી શકો છો.

7. હવે 8 થી 10 કલાક પછી તેનો વાળમાં ઉપયોગ કરો અને તમે આ શેમ્પૂ કોઈપણ સમયે ફટાફટ બનાવી શકો છો.

ડુંગળીની છાલમાંથી બનાવેલા શેમ્પૂને સ્ટોર કરવા માટે એક સ્વચ્છ કન્ટેનર લો અને તેમાં શેમ્પૂને 5 થી 6 દિવસ સુધી સ્ટોર કરો. ડુંગળીમાંથી બનેલી કોઈપણ વસ્તુને લાંબા સમય સુધી સંગ્રહિત ન કરવી જોઈએ કારણ કે ડુંગળીને લાંબા સમય સુધી રાખવામાં આવે તો તે બગડવા લાગે છે.

ડુંગળીની છાલમાંથી બનાવેલ શેમ્પૂ જ્યારે પણ વાપરવું હોય ત્યારે થોડું થોડું બનાવીને વાપરો અને તેને 5 થી 6 દિવસમાં પૂરું કરો અને જો જરૂર હોય તો વધુ બનાવો. આ સાથે ડુંગળીની છાલને શેમ્પૂ બનાવ્યા પછી લાંબા સમય સુધી ન રાખો, 8 થી 10 કલાક પછી તેનો ઉપયોગ કરો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!