આજથી જ ખાવાનું શરૂ કરી દો આ શાક, ડાયાબિટીસ અને બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવી જશે

 

પરવળ એક એવું લીલું શાક છે જેને આપણાં વડીલો એમ કહેતા કે પરવળએ ઘી જેટલું ગુણકારી છે. લીલા શાક તો ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પણ પરવળ એક સિઝનલ શાક છે જે શરીરને અઢળક લાભ આપે છે.

ઘણા મિત્રો હશે જેમને પરવળનો સ્વાદ પસંદ નહીં હોય પણ તમને જણાવી દઈએ કે પરવળએ ટેસ્ટમાં તો બેસ્ટ હોય જ છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

પરવળમાં વિટામિન એ, વિટામિન બી1, વિટામિન બી2 અને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સિવાય તેમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે.

તમને જાણીને નવાઈ લાગશે પણ પરવળની છાલમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફૉસ્ફરસ પણ ભરપૂર હોય છે. ચાલો તમને જણાવી દઈએ કે પરવળનું શાક ખાવ છો તો તેનાથી તમને શું ફાયદા થશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઇમ્યુનિટી : પરવળના શાકમાં વિટામિન એ, વિટામિન બી1, વિટામિન બી2 અને વિટામિન સી સિવાય કેલ્શિયમ પણ હોય છે જે ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ : વધેલ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં પરવળ ખૂબ મદદ કરે છે. પરવળમાં કોલેસ્ટ્રોલ ઓછું કરવાવાળો એંટીહાઇપરલિપિડેમિક ગુણહોય છે. પરવળનો અર્ક એ કોલેસ્ટ્રોલની સમસ્યા ઓછી કરવામાં લાભદાયી છે.

પાચન : જો તમને કબજિયાત અને પાચન સાથે જોડાયેલ મુશ્કેલી છે તો તમારે તમારી ડાયટમાં પરવળ શામેલ કરવું જોઈએ. પરવળમાં એંટીઅલ્સર પ્રભાવ હોય છે જે પેટને અલ્સરથી દૂર રાખવામાં મદદ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

લોહી શુધ્ધ કરવા : પરવળ લોહીને શુધ્ધ કરવામાં અને તેના સંબંધિત અનેક બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે. તેમાં બ્લડ પ્યૂરીફાયર ગુણ મળે છે જે લોહીને શુધડ કરવામાં મદદ કરે છે.

સ્કીન માટે : પરવળમાં રહેલ એંટી-ઓક્સિડેન્ટ વધતી ઉમરના લક્ષણને ઓછા કરવામાં મદદ કરે છે. તેનાથી ચહેરા પરની કરચલીઓ અને જીણી રેખાઓ દૂર થાય છે.

ડાયાબિટીસ : ડાયાબિટીસના દર્દીઓ માટે પરવળનું સેવન કરવું એ ફાયદાકારક છે. તેમ રહેલ તત્વો એ લોહીમાં ગ્લુકોઝનું લેવલ ઓછું કરવામાં ફાયદાકારક છે.

સોજો : પરવલનું શાક ખાવાથી પેટનો સોજો ઓછો થાય છે. પેટમાં પાણી ભરાવાની સમસ્યામાં પણ પરવલના શાકનું સેવન ફાયદાકારક છે. તેના પાનની પેસ્ટ લગાવવાથી ફોલ્લીઓ, પિમ્પલ્સની સમસ્યા પણ ઓછી કરી શકાય છે.

દર્દ : પરવલનું શાક ખાવાથી શરીરના દુખાવાને ઓછો કરી શકાય છે. પરવલમાં જોવા મળતા તત્વો પેઈન કિલરની જેમ કામ કરે છે. શરીરના દુખાવાને ઓછો કરવા માટે પરવલના શાકનું સેવન કરી શકાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!