દૂધ સંપૂર્ણ આહાર છે કારણ કે તે દરેક પ્રકારના પોષકતત્વોથી ભરપુર છે. નિયમિત રીતે દૂધ તો પીવાતું જ હોય છે. પરંતુ દૂધના પોષણને બમણા કરી અને તેને સ્વાસ્થ્ય માટે અમૃત સમાન કરવું હોય તો તેમાં લવિંગનો પાવડર ઉમેરીને પીવાની શરુઆત કરો.
આજ સુધી તમે દૂધને હળદર, ખજૂર, અંજીર, કાજુ, બદામ સાથે તો પીધું જ હશે પરંતુ લવિંગનો પાવડર ઉમેરીને દૂધનું સેવન કરવાથી ગજબના ફાયદા શરીરને થાય છે. આજે તમને જણાવી દૂધમાં લવિંગ પાવડર ઉમેરવાથી થતા લાભ વિશે.
ઠંડીની ઋતુમાં લવિંગ સાથે દૂધનું સેવન કરવું લાભકારી નીવળે છે. લવિંગ સાથે દૂધ પીવાથી ગળાની દરેક સમસ્યા દૂર થાય છે અને કફ પણ મટે છે.
દૂધમાં આયોડિન, વિટામીન, કેલ્શિયમ હોય છે જ્યારે લવિંગ કાર્બોહાઈડ્રેટ અને આયર્નથી ભરપુર હોય છે. દૂધમાં લવિંગ મિક્સ કરીને પીવાથી શરીરને ઘણા ફાયદા છે. અને ઘણી બીમારીઓથી બચી શકાય છે.
દૂધ સાથે લવિંગ પીવાનું હોય તો રાત્રે આ દૂધ પીવું જોઈએ. તેનાથી લાભ થાય છે. તેના માટે તમે લવિંગનો પાવડર તૈયાર કરીને રાખી શકો છો. જ્યારે દૂધ પીવાનું હોય ત્યારે તેમાં એક ચમચી આ પાવડર ઉમેરી દેવો.
તેના માટે લવિંગને વાટીને પાવડર કરી લો. હવે દૂધને ગરમ કરી તેમાં ગોળ મિક્સ કરો અને પછી લવિંગ પાવડર ઉમેરી દૂધનું સેવન કરો.
લવિંગયુક્ત દૂધ પીવાથી સૌથી પહેલા તો ગળાની સમસ્યા દુર થઈ જશે. તેનાથી ગળાની ખરાશ દૂર થાય છે. લવિંગનું સેવન દૂધ સાથે કરવાથી ગળા માટે ફાયદાકારક છે. ઠંડીના દિવસોમાં ગળામાં કફ જામી જાય છે. તેને દૂર કરવા રાત્રે દૂધમાં લવિંગ પાવડર ઉમેરી તેનું સેવન કરો.
શરીરમાં નબળાઈ રહેતી હોય કે સતત થાક લાગતો હોય તો પણ લવિંગયુક્ત દૂધ પીવું જોઈએ. તેનાથી શરીરમાંથી એનર્જીની ઊણપ દૂર થાય છે. તેને પીવાથી શરીરમાંથી હાનિકારક તત્વો બહાર નીકળે છે અને શરીરને એનર્જી મળે છે.
દાંતની સમસ્યા માટે પણ આ દૂધ લાભકારી છે. ઓરલ હેલ્થ માટે દૂધ અને લવિંગનું સેવન કરવું ફાયદાકારક છે. તેનાથી મોંમાંથી આવતી દુર્ગંધની સમસ્યા દુર થાય છે. તેમાં કેલ્શિયમ પણ હોય છે જેનું સેવન કરવાથી દાંત મજબૂત થાય છે.
પેટની સમસ્યા જેમકે કબજિયાત, અપચો હોય તો લવિંગયુક્ત દૂધનું સેવન કરવું. તેનાથી એસિડીટી, કબજિયાત મટે છે.
લવિંગ અને દૂધ લેવાથી ભૂખ પમ વધારે લાગે છે. લવિંગમાં વિટામીન સાથે કોપર અને ઝીંક જેવા પોષકતત્વો હોય છે જે શરીરની ખામીઓને દુર કરે છે.