આ વસ્તુ ખાશો તો પેટની ચરબી બરફની જેમ ઓગળવા માંડશે

 

પોષકતત્વોથી ભરપુર પ્લમ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. યુરોપિયન પ્લમ સુકાય પછી તે એક ડ્રાયફ્રુટ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં એન્ટી ઓક્સીડન્ટ અને સોલ્યુબલ ફાયબર હોય છે જે શરીરને હેલ્ધી બનાવે છે.

તેનું સેવન કરવાનો સૌથી મોટો લાભ છે કે તે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વજન વધતું અટકે છે.

પૃન્સનું સેવન કરવાથી દિવસ દરમિયાન ખૂબ ઓછી કલેરી શરીરમાં જાય છે. તેના કારણે ભૂખ ઓછી લાગે છે અને તેના વધુ પડતું ભોજન કરવાથી બચી જવાય છે. તો ચાલો જાણીએ વિગતવાર કે આ ડ્રાયફ્રુટ કેવી રીતે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

લિવરપૂલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક સંશોધન અનુસાર પૃન્સ ખાવાથી કેલેરી ઈન્ટેક ઘટે છે. તેના કારણે વજન ઘટાડવું સરળ થઈ જાય છે. આ સંશોધન કરનાર નિષ્ણાંત પ્રોફેસરનું કહેવું છે કે પૃન્સને ડાયટમાં લેવાથી વજનને મેનેજ કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સંશોધન બે ચરણમાં થયું જેમાં પહેલા ચરણમાં જાણવા મળ્યું કે જે લોકો નાસ્તા તરીકે કેન્ડી, દ્રાક્ષ અથવા પૃન્સ લેતા હતા તેઓએ પોતાની કેલેરીની જરૂરીયાતને ઓછી કરી હતી. શોધકર્તાઓ અનુસાર પૃન્સના સેવનથી કેલેરી ઈન્ટેક ઓછું થાય છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

બીજા ફેઝમાં શોધકર્તાઓએ ફોકસ વજન ઘટાડવા પર રાખ્યું અને 12 સપ્તાહ સુધી લોકો પર આ અભ્યાસ થયો. જેમાં કેટલાક લોકોને નાસ્તામાં પૃન્સ આપવામાં આવ્યા જ્યારે કેટલાકને હેલ્ધી નાસ્તો આપવામાં આવ્યો.

સંશોધનના અંતે જાણવા મળ્યું કે બંને સમૂહના વજનમાં ખાસ અંતર જોવા મળ્યું નહીં. જેમણે નિયમિત પૃન્સ ખાધા હતા તેમણે લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવો અનુભવ કર્યો જેના કારણે વજન ઝડપથી ઘટ્યું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

નિષ્ણાંતો જણાવે છે કે પૃન્સની અંદર એવા પોષકતત્વો હોય છે જે ભૂખને નિયંત્રિત કરે છે અને પેટને ભરેલું રાખવામાં મદદ કરે છે. સાથે જ તે અન્ય પૌષ્ટિક નાસ્તાની સરખામણીમાં વજન ઓછું કરવાની પ્રક્રિયાને પણ સરળ બનાવે છે. ખાસ વાત એ છે કે તેનું સેવન કરવાથી શરીર પર કોઈ નકારાત્મક અસર થતી નથી. આ વાત સંશોધનમાં સાબિત થઈ છે.

આ વાતને ધ્યાનમાં રાખી તમે પણ ડાયટમાં પૃન્સનો સમાવેશ કરી શકો છો. તેનું સેવન કરવાથી વજન ઘટશે અને શરીરમાં કેલેરીનું પ્રમાણ પણ ઓછું થશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!