આ પાવડરથી પાણી જેવા ઝાડા પણ તરત જ મટી જશે

દોસ્તો જાયફળનો ઉપયોગ આજ સુધી તમે મીઠાઈ બનાવવા માટે તો કર્યો જ હશે. પરંતુ આજે તમને જાયફળનો ઉપયોગ ખાસ રીતે કરવાથી થતા ફાયદા વિશે જણાવીએ. જાયફળનો ઉપયોગ કરીને તમે શરીરના અનેક રોગથી મુક્તિ મેળવી શકો છો. આજે તમને જણાવીએ કે જાયફળ ને દૂધ સાથે લેવાથી કઈ કઈ સમસ્યાઓને દૂર કરી શકાય છે.

જો નાના બાળકને ઝાડા થઈ ગયા હોય તો તેને જાયફળનો પાવડર પાણીમાં ઉમેરી ને આપવો. જાયફળનો પાઉડર આપવાથી બાળકને ઝાડા થી રાહત મળશે.

જો કબજીયાત કે ગેસના કારણે ઝાડા થતા હોય તો જાયફળના પાઉડરમાં ગોળ મિક્સ કરી તેની નાની ગોળીઓ બનાવી લેવી. આ ગોળીનું સેવન દિવસ દરમિયાન થોડી થોડી વારે કરવું. તેને લેવાથી ગેસ કબજીયાત દૂર થશે અને ઝાડા પણ બંધ થશે.

પાણી જેવા ઝાડા થતા હોય અને શરીરમાં નબળાઈ જણાતી હોય તો પાણીમાં વરિયાળીનો અને જાયફળનો પાઉડર મિક્સ કરીને આપવાથી રાહત થાય છે.

શરદીથી તુરંત રાહત મેળવવી હોય તો એક કપ દૂધમાં ચપટી જાયફળનો પાઉડર ઉમેરીને દૂધ પી જવું. આ સિવાય જે લોકોને કફની સમસ્યા હોય અને કફ બહાર નીકળતો ન હોય તો તેમણે આ ઉપાય કરવો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જાયફળનો પાઉડર કરી તેમાં પાણી મિક્સ કરીને એક લેખ તૈયાર કરો. આ લેપને છાતી પર ઘસવાથી દર્દીને તરત આરામ થાય છે. ઉપરાંત જાયફળનો પાઉડર અને સૂંઠનો પાઉડર સમાન માત્રામાં લઈને એક ચમચી લેવાથી શરદી અને કફ મટે છે.

આખો દિવસ કામ કર્યા પછી પણ જો રાત્રે ઉંઘ ન આવતી હોય અને દિવસ દરમ્યાન સ્ટ્રેસ જણાતો હોય તો સુતા પહેલા પગના તળીયામાં ઘી અને જાયફળનો પાઉડર સરખા પ્રમાણમાં મિક્ષ કરીને તેનાથી માલિશ કરવી. આ સિવાય આંખની પાંપણ ઉપર જાયફળ ની પેસ્ટ લગાવવાથી પણ ઊંઘ સારી આવે છે.

જો કફની સમસ્યા વધારે રહેતી હોય તો જાયફળ, સૂંઠ અને જાવંત્રી ને પિક્ચર એક કપડામાં બાંધી દિવસ દરમિયાન તેને સૂંઘવાથી કફ છૂટો પડે છે. જાયફળના પાઉડરને પાણીમાં મિક્સ કરીને અથવા તો મધ સાથે લેવાથી પણ કફની તકલીફ દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મોઢામાંથી દુર્ગંધ આવવાની સમસ્યા હોય તો જાયફળ ના નાના ટુકડા કરીને દિવસ દરમિયાન તેને મોઢામાં રાખવા. મોઢામાંથી લાળ થાય તેને બહાર કાઢવી.. આમ કરવાથી મોઢામાંથી આવતી દુર્ગંધની સમસ્યા દૂર થશે.

કમરના દુખાવાથી મુક્તિ મેળવવા માટે થોડું પાણી ગરમ મૂકવું અને તેમાં જાયફળનો પાઉડર ઉમેરવો. આ પેસ્ટ થોડી ગરમ હોય ત્યારે જ કમર ઉપર લગાડવાથી દુખાવામાં રાહત થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!