હાથ પગ ગમે તેટલા દુખતા હોય તો આ તેલથી માલિશ કરી દો, 5 મિનિટમાં દુખાવો ગાયબ

દોસ્તો નીલગીરી એક ખાસ પ્રકારનું ઝાડ છે. તેનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિઓમાં પણ કરવામાં આવે છે. ખાસ કરીને નીલગીરીના તેલનો ઉપયોગ તો અનેક રીતે કરવામાં આવે છે. તે પોષક તત્વોથી ભરપુર હોય છે જેના કારણે તેનો ઉપયોગ કરીને શારીરિક તેમજ માનસિક સમસ્યાઓને દૂર કરી શકાય છે.

નીલગીરી ની ખેતી ભારત, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને દક્ષિણ યુરોપના દેશોમાં થાય છે. નીલગીરીના તેલની વાત કરીએ તો તેનું તેલ સ્નાયુ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ તેલનો ઉપયોગ કરવાથી સ્નાયુનો દુખાવો દૂર થાય છે. નિલગિરીનું તેલ ગઠિયા વા જેવી સમસ્યામાં લાભ કારક છે.

શરીરના કોઈ ભાગમાં મુંઢ માર વાગ્યો હોય, હાથ કે પગના દુખાવા હોય, સંધિવા હોય કે આર્થરાઇટિસ હોય તો આ તેમની મદદથી માલિશ કરવી જોઈએ. તેનાથી દુઃખાવો દૂર થાય છે.

નિલગિરીનું તેલ દાંત માટે પણ લાભકારી છે. આ તેલમાં રહેલા તત્વ દાંતની સમસ્યાઓથી બચાવે છે. દાંતમાં દુખાવો હોય કે સડી ગયો હોય તો આ તેલનો ઉપયોગ કરવો જોઈએ.

નિલગિરીનું તેલ પેટના રોગ માટે પણ લાભકારી છે. પેટમાં કૃમિ થઈ ગયા હોય તો નીલગીરીના તેનો ઉપયોગ કરવો જોઈએ. આ તેલમાં પુષ્કળ પ્રમાણમાં એવા ગુણ હોય છે જે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે અને કૃમિનો નાશ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ડાયાબિટીસના દર્દી માટે પણ નિલગિરીનું તેલ લાભકારી છે. તેમાં એવા પોષક તત્વો હોય છે જે રક્તમાં સુગરનું પ્રમાણ ઓછું કરે છે અને શરીરમાં રક્ત પરિભ્રમણ સુધારે છે.

નિલગિરીનું તેલ ત્વચાને ચમકદાર બનાવે છે. આ તેલ એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટીરિયલ ગુણધર્મો ધરાવે છે જે ત્વચાને જીવાણુથી મુક્ત કરે છે. ધાધર, ખંજવાળ જેવી સમસ્યાઓને નીલગીરીના તેલથી મટાડી શકાય છે.

આ તેલનો ઉપયોગ કરવાથી વાળ સ્વસ્થ અને સુંદર બની શકે છે. તેમાં રહેલા પોષક તત્વો વાળને ઘટ્ટ, લાંબા, મજબૂત અને સુંદર બનાવે છે. તેનો ઉપયોગ કરવાથી માથામાં જૂ પડવાની સમસ્યાથી મુક્તિ મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકોને વારંવાર તાવ આવતો હોય તેમણે નિલગિરીના તેલમાં ફુદીનાનું તેલ મિક્સ કરીને શરીર પર લગાવવું. તેનાથી શરીરની દુર્ગંધ દૂર થાય છે અને તાવથી પણ મુક્તિ મળે છે. માથાના દુખાવામાં પણ નિલગિરીનું તેલ લગાડવાથી દુઃખાવો મટે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!