દોસ્તો વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી જ એવી થઈ ગઈ છે કે જેના કારણે શરીરમાં કોઈને કોઈ સમસ્યા થતી જ રહે છે. એવા ઘણા લોકો છે જેમને કોઈ ને કોઈ તકલીફ હોય જ છે.
મોટાભાગના લોકોને જીવનશૈલી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સમસ્યાને દૂર કરવા માટે લોકોએ દવા લેવી પડે છે. દવા લેવી પડે એ એક સામાન્ય બાબત થઈ ગઈ છે.
પરંતુ આજે તમને શરીરના આવા રોગ ને દવા વિના અને ડોક્ટરની પાસે ગયા વિના દૂર કરવાનો ઘરગથ્થુ ઈલાજ જણાવીએ. આ ઈલાજ કરવા માટે તમારે ખાસ વસ્તુનું પીણું પીવાનું છે. આ પીણું એક ગ્લાસ પીવાથી શરીરની મોટાભાગની સમસ્યાઓ દૂર થવા લાગશે.
આ પીણું બનાવવા માટે તમારે કોથમીર ની જરૂર પડશે. કોથમીર આપણા શરીરની ઘણી બીમારીઓને દૂર કરી શકે છે. આ કામ કેવી રીતે થાય છે ચાલો તે પણ જાણીએ.
શરીરની સમસ્યાઓને દૂર કરવા માટે કોથમીરનો જ્યુસ પીવાની શરૂઆત કરો. રોજ કોથમીર નો જ્યુસ પીવાથી કિડની સાફ થાય છે. કિડની આપણા શરીરના રક્તને શુદ્ધ કરવાનું કામ કરે છે જો કિડની સાફ હોય તો તે સારી રીતે કામ કરી શકે છે.
જો કિડનીમાંથી અશુદ્ધ લોહી શરીરમાં પહોંચે તો શરીરમાં ઘણી બીમારીઓ થઈ શકે છે. પરંતુ જો તમે કોથમીરનો રસ પીવો છો તો કિડનીને કોઈ સમસ્યા થશે નહીં.
જો મોઢામાં વારંવાર ચાંદા પડતા હોય, ચહેરા ઉપર ખીલ કે ખંજવાળ હોય કે પછી પેટમાં પાછળના ભાગે દુખાવો રહેતો હોય અથવા તો સતત નબળાઈ અને થાક લાગતો હોય ત્યારે પણ આ જ્યુસ પીવાથી લાભ થાય છે.
સ્વાસ્થ્યવર્ધક આ જ્યુસ બનાવવા માટે કોથમરી ને પાણીથી સાફ કરી પછી તેમાં પાણી ઉમેરીને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. પાણી બરાબર ગરમ થાય પછી ગેસ પરથી નીચે ઉતારી લો અને તેને પીસી લો. હવે આ પાણીને ગાળી લેવું અને હુંફાળું હોય ત્યારે જ તેને પી જવું.
આ રીતે એક અઠવાડિયા સુધી આ જ્યૂસનું સેવન કરશો તો તમારા શરીરની મોટાભાગની બીમારીઓ સરળતાથી દૂર થઈ જશે. તેનાથી રક્ત પણ શુદ્ધ થાય છે. શરીર ને આરામ પણ મળે છે.