આ વસ્તુની ચા પીશો તો ડાયાબિટીસ રહેશે કંટ્રોલમાં

દોસ્તો તમાલપત્ર નો ઉપયોગ તમારા ઘરના રસોડામાં પણ થતો હશે. તમાલપત્ર ભોજનમાં સ્વાદ અને સુગંધ વધારે છે. પરંતુ મોટાભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે આ પાન શરીરની સમસ્યાઓને પણ દૂર કરી શકે છે.

આયુર્વેદમાં તમાલપત્રનો ખાસ રીતે ઉપયોગ કરવા નું વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન અનુસાર જો તમે તમાલપત્ર થી બનેલી ચાનો ઉપયોગ કરો છો તો તમારા શરીરના 99 % રોગ દૂર થઈ શકે છે.

તમાલપત્ર થી બનેલી ચા પીવાથી કબજિયાત ડાયાબિટીસ જેવી બીમારીઓ તો દૂર થાય જ છે પરંતુ સાથે જ કેટલીક ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે.

તમાલપત્ર ની ચા બનાવવા માટે સૌથી પહેલાં એક તપેલીમાં 2 ગ્લાસ પાણી ગરમ મૂકો, તેમાં 1 તમાલપત્ર અને બે ચમચી તજનો પાવડર ઉમેરો. હવે પાણીને બરાબર ઉકાળો પાણી જ્યારે એક ગ્લાસ જેટલું વધે ત્યારે તેને ગેસ પરથી નીચે ઉતારી તેમાં જરૂર અનુસાર લીંબુનો રસ અને મધ મિક્સ કરીને આ ચાનું સેવન કરો.

આ ચા પીવાથી શરદી, ઉધરસ, કફ, તાવ જેવી વાયરલ બીમારીઓ થતી નથી. સાથે જ તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ જળવાઈ રહે છે. એક કપ પાણીમાં એક તમાલપત્ર અને ઉકાળીને તેનું સેવન કરવાથી હ્રદય રોગ થતો નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જેમને ડાયાબિટીસની સમસ્યા હોય તેમણે તમાલપત્રનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. જો તમને પાચન સંબંધી કોઈ સમસ્યા હોય તો તમાલપત્રનો ઉપયોગ રોજની રસોઈમાં કરવો જેનાથી પાચનની તકલીફો દૂર થાય છે.

જે લોકોને અનિદ્રાની તકલીફ હોય તેમણે પણ રાત્રે ગાઢ ઊંઘ લાવવા માટે તમાલપત્રનો ઉપયોગ કરવો જોઈએ. મોઢામાં પડેલા ચાંદા ની તકલીફ દૂર કરવા માટે પણ તમાલપત્ર ઉપયોગી સાબિત થાય છે.

સ્ત્રીઓને ગર્ભાશય સંબંધી કોઈ બિમારી હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે તમાલપત્રનો ઉપયોગ કરવો જોઈએ. શરદી અને ઉધરસ મટાડવા માટે તમાલપત્રનો પાવડર કરીને મધ સાથે તેનું સેવન કરવું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમાલપત્ર ઉકાળેલું પાણી એક સ્પ્રે બોટલમાં ભરી તેમાં લીમડાના તેલના થોડા ટીપા મિક્સ કરીને ઘરમાં છાંટવાથી મચ્છરની તકલીફ દૂર થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!