દોસ્તો કુદરતે આપણને કેટલાક એવા કેટલાયે વૃક્ષ ભેટ તરીકે આપ્યાં છે જે પર્યાવરણની સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ વરદાનરૂપ છે. આવા જ વૃક્ષ માંથી એક વૃક્ષ છે મહુડાનું વૃક્ષ.
મહુડાના વૃક્ષોની વાત કરીએ તો આ ઝાડ આપણા શરીરની અગણિત બીમારીને દૂર કરી શકે છે. ખાસ કરીને તેના ફૂલ તો શરીરની પીડાદાયક સમસ્યાઓને એકવારમાં જ દૂર કરી શકે છે.
મહુડાના ફૂલ માં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે જે શરીરને યોગ્ય રીતે કામ કરતું રહે તે માટે ખૂબ જ જરૂરી હોય છે. તો ચાલો તમને વિસ્તારપૂર્વક જણાવીએ કે મહુડાના ફૂલ તમને કઈ કઈ સમસ્યાઓમાં અને કેવી રીતે ઉપયોગી થશે.
મહુડાના ફૂલ એન્ટિઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે. જે શરદી અને ઉધરસની સમસ્યા ને તો તુરંત જ દૂર કરી દે છે. સાથે જ જો પેટમાં કૃમિ થઈ ગયા હોય તો મહુડાનાં ફૂલનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેમાં કૃમિનાશક ગુણધર્મો હોય છે.
ડાયાબિટીસથી સમસ્યાને દૂર કરવી હોય તો મહુડાનાં ફૂલનો ઉકાળો પીવો. આ ઉકાળો પીવાથી પેટની બળતરા, ખાટા ઓડકાર જેવી સમસ્યા પણ દૂર થાય છે કારણ કે મહુડાના ફૂલ ની તાસીર ઠંડી હોય છે અને તે પેટને ઠંડક આપે છે.
આંખોની સમસ્યા જેમ કે આંખમાં ખંજવાળ દુખાવો હોય ત્યારે પણ મહુડાના ફૂલ થી લાભ થાય છે. આ સમયે મહુડા ના ફૂલ ને આંખમાં આંજવાથી આંખ ની સમસ્યાઓ દૂર થાય છે.
મહુડા ના ફૂલ ને ઘી સાથે મિક્સ કરીને થોડા શેકી લેવા ત્યાર પછી તેનું સેવન કરવાથી આંખનું તેજ વધે છે. તેનાથી આંખના નંબર પણ ઉતરે છે.
દાંતના દુખાવાની સમસ્યા હોય તો મહુડા ના પાનનો ઉપયોગ કરવો. તેના માટે આને સૂકવી અને પાઉડર કરી લેવું પછી જ્યાં દાંત દુખતો હોય ત્યાં આ પાવડરને દબાવી રાખવાથી રાહત થાય છે.
માથાનો તીવ્ર દુખાવો અનુભવાતો હોય અથવા તો તાણ રહેતી હોય તો મહુડાના તેલનો ઉપયોગ કરવો. આ તેલ માથા પર લગાડીને થોડીવાર માલિશ કરવાથી માનસિક શાંતિ મળે છે અને દુખાવો મટે છે.
કોઈ જગ્યાએ દાઝી ગયા હોય અથવા તો ત્વચા માં ખંજવાળ આવતી હોય તો મહુડાનું તેલ લગાડવાથી સમસ્યા દૂર થાય છે. મહુડાના તેલમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે જે ત્વચા પરથી બેક્ટેરિયાને દૂર કરે છે.