ગરમીના દિવસોમાં બરફનો ટુકડો ઠંડકની અનુભૂતિ કરાવે છે. ઉનાળામાં પાણીમાં શરબતમાં છાશમાં બધે જ બરફ નો ભરપૂર ઉપયોગ થાય છે. જોકે આજ સુધી તમે બરફ ખાવા થી થતા નુકસાન વિશે જ સાંભળ્યું હશે. પરંતુ આજે તમને બરફ થી થતા લાભ વિશે જાણકારી આપીએ.
બરફથી ફાયદા પણ થાય છે તેવું તમને આજ સુધી કોઈ જણાવ્યું નહીં હોય. તો ચાલો તમને જણાવીએ કે બરફથી શરીરને કેટલા ફાયદા થાય છે. જે લોકોને ગઠીયો વા હોય અને દુખાવો થતો હોય તેમણે બરફથી દુખાવા ની જગ્યા પર મસાજ કરવી જોઈએ. દિવસમાં બેથી ત્રણ વખત આ રીતે બરફ લગાડવાથી દુઃખાવો દૂર થાય છે.
જે લોકોની ત્વચા ઓઈલી હોય તેમણે સવારે જાગીને બરફના એક ટુકડાને કપડામાં બાંધીને ત્વચા પર લગાડવું જોઈએ. આમ કરવાથી ઓઈલી સ્કીન થી મુક્તિ મળે છે અને ત્વચા પર ગ્લો આવે છે.
ઉનાળા દરમ્યાન ઘણા લોકોને અળાઈ થઈ જતી હોય છે. તેવામાં તેના ઉપર બરફના ટુકડા થી માલીશ કરવાથી બળતરા અને ખંજવાળ દૂર થાય છે. બરફના ટુકડાને કોટનના કપડામાં બાંધીને ચહેરા પર લગાવવાથી રોમ છિદ્રો પુરાઈ જાય છે.
આખો દિવસ મુસાફરી કરવાના કારણે માથામાં દુખાવો રહેતો હોય તો બરફનો ટુકડો માથા પર ઘસવાથી માથાનો દુખાવો દૂર થાય છે.
જે લોકોને ચહેરા પર ખીલ ની સમસ્યા હોય તેમણે મલમલના કપડામાં બરફનો ટુકડો રાખીને ચહેરા પર મસાજ કરવી. તેનાથી ખીલની સમસ્યાથી રાહત મળે છે.
ગરમીના કારણે ઘણા લોકોને વારંવાર નસકોરી ફૂટતી હોય છે. જ્યારે પણ નસકોરી ફૂટે અને નાકમાંથી લોહી નીકળે ત્યારે રૂમાલમાં બરફનો ટુકડો બાંધી ને નાકની આસપાસ ઘસવાથી લોહી નીકળતું બંધ થાય છે.
મેકઅપ કરવા માટે સમય ન હોય અને બહાર જવાની ઉતાવળ હોય ત્યારે બરફનો એક ટુકડો કપડામાં મૂકીને થોડી વાર ચહેરા પર લગાડી લેવાથી સ્કિન ટાઇટ થઇ જાય છે
અને ચહેરા પર ગ્લો આવી જાય છે. મેકઅપ ને લાંબો સમય ટકાવી રાખવું હોય ત્યારે પણ મેકઅપ કરતાં પહેલાં ચહેરા પર બરફ લગાડી લેવો.
કોમ્પ્યુટર, મોબાઈલ કે લેપટોપ નો વધારે વખત ઉપયોગ કરવાથી આંખમાં બળતરા અને દુખાવો થઈ જાય છે. તેવામાં બરફના ટુકડાને કપડામાં બાંધીને આંખ ઉપર મૂકવાથી આંખની રાહત મળે છે.
પગની એડીમાં દુખાવો થતો હોય તો બરફનો ટુકડો ઘસવાથી તુરંત આરામ મળે છે. આંખની આસપાસ કાળા કુંડાળા થઈ ગયા હોય તો કાકડીનો રસ અને ગુલાબજળ મિક્સ કરીને તેને બરફ બનાવી લેવું. હવે તેનાથી આંખની નીચે માલિશ કરવાથી આંખના કુંડાળા દૂર થઈ જશે.