મિત્રો આજના સમયમાં ઘરે કામ કરતી ગૃહિણી હોય કે ઓફિસના કામથી બહાર જતા પુરુષો બન્ને પોતાના કામમાં માનસિક તણાવનો સામનો કરવો પડે છે.
આ માનસિક તણાવના કારણે શરીરમાં પણ ઉર્જા જણાતી નથી અને સતત થાક તેમજ અશક્તિ લાગે છે. આ કારણે થોડું કામ કર્યા પછી પણ આળસ આવવા લાગે છે. આ સ્થિતિમાં નાની ઉંમરમાં લોકો હતાશામાં ગરકાવ થઈ જાય છે.
જો આ રીતે દિવસ દરમ્યાન ઊર્જાનો અભાવ અને આળસ તમને પણ અનુભવાતો હોય તો આજે તમને કેટલાક એવા ઘરેલૂ ઉપાય જણાવીએ જેને કરવાથી તમે સરળતાથી આળસ અને નબળાઈને દૂર કરી શકો છો.
આ દેશી ઈલાજ પાંચ મિનિટમાં તમારું આળસ દૂર કરી દેશે અને શરીરને ઉર્જા થી ભરી દેશે. ખાસ વાત એ છે કે આ ઉપાયથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી. તો ચાલો તમને જણાવીએ કયા છે આ ઉપાય.
તેના માટે તમારે અળસીની જરૂર પડશે. અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જેનું સેવન કરવાથી તમારી આ સમસ્યા ફટાફટ દૂર થઈ જશે. તેનો લાભ મેળવવા માટે તમારે અઠવાડિયામાં બે વખત અળશી ખાવાની છે. અળસી ને રાત્રે પાણીમાં પલાળી દેવી અને સવારે તેને ખાઈ જવી. પલાળેલી અળસી ખાવાથી શરીરનો થાક અને નબળાઈ દૂર થાય છે.
આ સિવાય જો તમે થોડું પણ કામ કરો અને થાકી જતા હોય તો વડનું દૂધ પતાસામાં મિક્સ કરીને તેનું સેવન કરવું. તેને ખાવાથી તમારા શરીરની અશક્તિ પાંચ જ મિનિટમાં દૂર થઈ જશે. આ ઉપાય કરવાથી હૃદય ને પણ લાભ થાય છે.
આ સિવાય તમે જેઠી મધનો ઉપાય પણ કરી શકો છો. તેના માટે એક કપ દૂધમાં જેઠીમધનું ચૂર્ણ મિક્ષ કરીને તેનું સેવન કરવું. તેનાથી મગજની શક્તિમાં વધારો થાય છે અને શારીરિક થાકનો અનુભવ થતો નથી.
ખસખસમાં પણ એવા ગુણધર્મ હોય છે જે શરીરના મેટાબોલિઝમને વધારે છે. તેના માટે રાત્રે સુતા પહેલા ખસખસ ને પાણીમાં પલાળી દેવી. સવારે તેમાં 1 ચમચી મધ ઉમેરીને તેનું સેવન કરી જવું.
આ સિવાય દિવસ દરમિયાન તમે ભોજન કરો તેમાં બે કેળાનો સમાવેશ કરવો. દૈનિક આહાર ની સાથે ખજૂર ખાવાથી પણ થાક ઉતરે છે. આ સાથે રોજ સવારે જાગીને ફણગાવેલા કઠોળ ખાવાનું રાખવું તેનાથી આખો દિવસ શરીરમાં ઊર્જા જળવાઈ રહે છે અને સ્નાયુ પણ મજબૂત થાય છે.
શરીરની અશક્તિ દૂર કરવા માટે ખજૂરને ઘીમાં શેકીને ભાત સાથે ખાવાથી અશક્તિ દુર થાય છે. ગાજરનો રસ પણ એક ગ્લાસ પીશો તો તમારા શરીરનું આળસ દૂર થઈ જશે.