દોસ્તો આજે તમને દ્રાક્ષ ખાવાથી થતા લાભ વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપીએ. દ્રાક્ષ એક એવું ફળ છે જેને નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી કોઈ પણ ખાઇ શકે છે.
તેમાં કોઈપણ પ્રકારનો દોષ નથી અને વળી આ ફળ સ્વાદિષ્ટ હોવાથી દરેકનું પ્રિય પણ હોય છે. દ્રાક્ષમાં અનેક પ્રકારના વિટામીન અને ખનીજ તત્વો હોય છે જેના કારણે દ્રાક્ષ શરીર માટે ઔષધિ સમાન ગુણકારી છે.
લીલી અને કળી એમ બંને પ્રકારની દ્રાક્ષ ખાવામાં સ્વાદિષ્ટ અને સ્વાદ માટે ગુણકારી છે. દ્રાક્ષ અનેક પ્રકારના ખનીજ તત્વોથી ભરપુર હોય છે જેના કારણે તે અનેક બીમારી સામે તે શરીરનું રક્ષણ કરે છે. જે લોકોને હૃદય સંબંધિત સમસ્યાઓ હોય તેમણે કાળી દ્રાક્ષ ખાવી વધારે ફાયદાકારક છે. દ્રાક્ષ ખાવાથી શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે.
દ્રાક્ષનો રસ પણ પીવો શરીર માટે ફાયદાકારક છે. જેમને કબજિયાતની સમસ્યા હોય તેમણે દ્રાક્ષના રસનું સેવન કરવું જોઈએ. આ સિવાય જે લોકોને ભૂખ લાગતી ન હોય તેમણે ખાલી પેટ એક ગ્લાસ દ્રાક્ષનો રસ પીવો જોઇએ તેનાથી ભૂખ વધુ લાગે છે.
હાઈ બીપીની સમસ્યા હોય તેમણે નિયમિત રીતે દ્રાક્ષ ખાવી જોઈએ. નિયમિત રીતે દ્રાક્ષ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. બ્લડપ્રેશર ઉપરાંત ચામડીના રોગમાં પણ દ્રાક્ષ ખાવાથી લાભ થાય છે. જે લોકોને કોઇપણ પ્રકારની એલર્જીની સમસ્યા હોય તેમણે દ્રાક્ષ ખાવી જોઈએ.
દ્રાક્ષ ખાવાથી આંખનું તેજ પણ વધે છે. દ્રાક્ષમાં એવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે. નાના બાળકોને દ્રાક્ષ નિયમિત ખવડાવવી જોઈએ તેમાં વિટામિન સી ભરપૂર હોય છે જે બાળકોની રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
ડાયાબિટીસના દર્દીઓ પણ દ્રાક્ષનું સેવન કરી શકે છે. દ્રાક્ષનું સેવન કરવાથી રક્તમાં શુગરનું પ્રમાણ ઘટે છે. દ્રાક્ષમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનાથી રક્ત શુદ્ધ થાય છે અને શરીરમાં રક્ત પરિભ્રમણ પણ સારી રીતે થાય છે. તેનાથી હિમોગ્લોબીનની ઊણપ પણ દૂર થાય છે.
માઈગ્રેનની સમસ્યા હોય તેમણે દ્રાક્ષનો રસ પીવો જોઇએ. દ્રાક્ષનું સેવન કરવાથી વાઇરલ અને ફંગલ ઇન્ફેક્શનની બીમારી પણ દૂર થાય છે. મોઢામાં ચાંદા પડી ગયા હોય તો તેને મટાડવા માટે દ્રાક્ષના રસને થોડીવાર મોઢામાં રાખી કોગળા કરવાથી રાહત થાય છે.
જે લોકોની શરીરમાં વધારે ગરમી હોય તેમણે દ્રાક્ષનું સેવન નિયમિત કરવું. તેનાથી શરીરને ઠંડક મળે છે. ચહેરા પરની કરચલીઓને દૂર કરવી હોય અને સુંદરતા વધારવી હોય તો દ્રાક્ષના રસમાં મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો.
આ રીતે નિયમિત રીતે દ્રાક્ષનું સેવન કરશો તો શરીરને અનેક લાભ થશે અને તમે તંદુરસ્ત તેમજ નિરોગી જીવન જીવી શકશો.