દોસ્તો લોકોની જીવનશૈલી એટલી દોડધામ ભરેલી હોય છે કે તેમને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું સમય મળતો નથી. તેવામાં લોકોને કેટલી ગંભીર સમસ્યાઓ નાની ઉંમરમાં થઈ જાય છે.
વળી, ઘણા લોકો સાથે એવું પણ બને કે તેઓ નાની નાની સમસ્યાઓ પર ધ્યાન આપતા નથી અને પરિણામે તે સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. તેવામાં જરૂરી છે કે પોતાના સ્વાસ્થ્યની કાળજી સારી રીતે રાખવામાં આવે.
આજે તમને રસોડામાં ઉપલબ્ધ એક એવી વસ્તુ વિશે જણાવીએ જે તમારા શરીરને નિરોગી રાખવા માટે ઉપયોગી છે. જો કે રસોડામાં રહેલા અનેક મસાલા એવા હોય છે કે જે ફક્ત ભોજનનો સ્વાદ જ નહી પરંતુ શરીરનું સ્વાસ્થ્ય પણ સુધારે છે.
કેટલાક મસાલા તો એવા છે જેનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિઓ માં પણ કરવામાં આવે છે. આવી જ એક ઔષધિ છે ખસખસ.
કદાચ તમે જાણતા નહીં હોય પરંતુ ખસખસ પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે. તે ફાઈબરથી ભરપૂર હોય છે અને તેમાં વિવિધ પ્રકારના વિટામીન્સ હોય છે. તેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી ઘણા લાભ થાય છે.
આજે તમને જણાવીએ કે ખસખસ નું સેવન કરવાથી શરીરને કેટલા ફાયદા થાય છે. ખસખસ આપણા શરીરને નિરોગી રાખી શકે છે. સફેદ રંગના નાના નાના દાણા શરીર માટે મોટા ફાયદા કરે છે.
પેટ સંબંધી કોઇ પણ બીમારી હોય તો તેને દૂર કરવા માટે તમે ખસખસ નો ઉપયોગ કરી શકો છો. તેનાથી ગેસ, અપચો, કબજિયાતની સમસ્યા દૂર થાય છે. ખસખસ ને દૂધ સાથે મિક્સ કરીને પીવાથી તેનાથી વધારે લાભ થાય છે.
ઉનાળામાં ખસખસને દૂધમાં મિક્સ કરીને પીવાથી શરીર નું તાપમાન કંટ્રોલમાં રહે છે અને શરીરની ગરમી પણ દૂર થાય છે. શિયાળામાં ખસખસ ને ગરમ દૂધ સાથે લેવી જોઈએ. તેનાથી કફ અને ઉધરસ થી રાહત મળે છે.
જો તમારે વજન ઘટાડવું છે તો દૂધમાં ખસખસ મિક્ષ કરીને રોજ પીવો તેનાથી વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દી હોય તો તેમણે દૂધમાં ખસખસની સાથે બદામ ઉમેરીને પીવી જોઈએ.
બદામ અને ખસખસ વાળું દૂધ પીવાથી કબજિયાતમાં પણ ફાયદો થાય છે. આ દૂધ પીવાથી મગજ પણ સક્રિય રહે છે અને ચિંતા તેમજ હતાશા દૂર થાય છે.
દૂધમાં ખસખસની સાથે મખાના ઉમેરીને ખાવાથી પણ લાભ થાય છે. મખાના અને ખસખસને દૂધમાં મિક્સ કરીને પીવાથી મેટાબોલિઝ્મ સુધરે છે. જેના કારણે વજન પણ કંટ્રોલમાં રહે છે.
જે લોકોના શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ની ઉણપ છે તેમણે હાડકાને મજબૂત કરવા માટે ખસખસ, મખાના અને દૂધ પીવું જોઈએ. તેનાથી હાડકા મજબુત થાય છે.
મોઢામાં ચાંદાં પડતાં હોય તેમના માટે તો ખસખસ અકસીર દવા છે. તેનાથી શરીરની ગરમી ઓછી થાય છે અને મોઢાના ચાંદા થી રાહત મળે છે. તેના માટે સાકર અને ખસખસને મિક્સ કરીને ફાકી જવી.
કબજીયાતની તકલીફમાંથી કાયમી મુક્તિ મેળવવી હોય અને પાચનતંત્ર સારું રાખવું હોય તો ખસખસને દૂધ સાથે લેવાની શરૂઆત કરી દો.