દોસ્તો ગુલકંદ નો ઉપયોગ તો આજ સુધી તમે પણ ઘણી વખત કર્યો હશે. પાનમાં અથવા તો મિલ્ક શેકમાં ગુલકંદ નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આજે તમને ગુલકંદ ના અન્ય કેટલાક લાભ વિશે જણાવીએ.
ગુલકંદ કેટલીક શરીરની સમસ્યાઓમાં દવા જેવું કામ કરે છે. ગુલકંદ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. ગુલકંદ ના સેવન થી શરીર માં રહેલી ગરમી દૂર થઈ જાય છે. અને શરીર તંદુરસ્ત પણ બને છે.
ગુલકંદની તાસીર એકદમ ઠંડી હોય છે. જેના કારણે શરીરની ઘણી બીમારીઓ દૂર થાય છે. ગુલકંદ નું સેવન કરવાથી શરીરની નબળાઈ, એસીડીટી, અનિંદ્રા, ત્વચાની સમસ્યાઓ, ખાટા ઓડકાર અને પેટની ગરમી દૂર થાય છે.
ગુલકંદ નું સેવન કરવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. ગુલકંદમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડન્ટ તત્વો હોય છે જે શરીરને શુદ્ધ કરવાનું કામ કરે છે. ગુલકંદ નો ઉપયોગ કરવાથી ત્વચા પર ખીલ જેવી સમસ્યાઓ થતી નથી. સાથે જ બ્લેકહેડ્સ અને ત્વચાના ડાઘ પણ દૂર થાય છે.
વધારે પડતું તીખું અને બહારનું ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ અવારનવાર થાય છે. આવી સમસ્યાઓમાંથી એસીડીટી સૌથી વધારે થતી હોય છે. એસીડીટી થાય ત્યારે પેટમાં બળતરા થાય છે અને ખાટા ઓડકાર આવે છે.
જ્યારે આવું થાય ત્યારે ગુલકંદ નું સેવન કરવાનું રાખો. તેનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ દૂર થઈ જશે. ગુલકંદ શરીરને બેક્ટેરિયાથી બચાવે છે અને આંતરડા સાફ કરે છે. તીવ્ર એસીડીટી જણાય ત્યારે એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગુલકંદ ઉમેરીને પી જવું.
જે લોકોને રાત્રે ચિંતા અને તણાવ ના કારણે ઊંઘ આવતી ન હોય અને અનિંદ્રા રહેતી હોય તેમણે પણ દૂધ સાથે ગુલકંદ નું સેવન કરવું. તેનાથી માનસિક ચિંતાથી મુક્તિ મળે છે અને ગાઢ ઊંઘ આવે છે.
અનેક રોગને દૂર કરતું ગુલકંદ તમે સરળતાથી ઘરે પણ બનાવી શકો છો. તેના માટે સૌથી પહેલા ગુલાબના પાંદડા ને સારી રીતે સાફ કરી સાકર સાથે મિક્સ કરવા.
ત્યારબાદ તેને કાચની બરણીમાં ભરી અને તડકામાં મૂકવું. થોડા દિવસમાં જ તમારું ગુલકંદ બનીને તૈયાર થઇ જશે. ત્યાર પછી આ ગુલકંદને જરૂર જણાય ત્યારે ઉપયોગમાં લેવું.