દોસ્તો આયુર્વેદમાં અનેક એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનો ઉપયોગ કરવાથી ગંભીરમાં ગંભીર બીમારીને પણ દૂર કરી શકાય છે. ખાસ વાત એ છે કે આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી શરીરમાં આડઅસર થતી નથી.
જો કે આજના સમયમાં લોકોની આહાર શૈલી એવી છે કે જેમાં આયુર્વેદિક દવા કરતી વખતે થોડી ધીરજ રાખવી જરૂરી છે. આયુર્વેદિક ઉપચાર કરીએ ત્યારે તે કાયમી અસર કરે છે.
આયુર્વેદમાં આવા જ એક ફળ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફળને નિરંજન ફળ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક જગ્યાએ તેને માલવા નું ફળ પણ કહે છે.
આ ફળનો ઉપયોગ કરવાથી શરીરની અનેક સમસ્યાઓ દૂર થાય છે. તેનો ઉપયોગ કરતાં પહેલાં ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે. આ ફળની હંમેશા સાફ કરીને ઉપયોગમાં લેવું.
જો કોઈ સ્ત્રીને ગર્ભ રહેતો ન હોય તો તેના માટે આ ફળ અમૃત સમાન છે. આ ફળ પુરુષ અને સ્ત્રી બંનેની સમસ્યામાં ઉપયોગી છે. પુરુષોમાં પણ આ ફળ કેટલાક એવા હોર્મોન ઉત્પન્ન કરે છે જે બાળકના જન્મ માટે જરૂરી છે. આ ફળનું સેવન કરવાથી મહિલા બાળકને જન્મ આપવા માટે સક્ષમ બને છે.
મહિલાઓને માસિક સમયે થતી સમસ્યાઓ જેમ કે અનિયમિત માસિક, દુખાવો, વધારે રક્તસ્ત્રાવ જેવી સમસ્યાઓને પણ નિરંજન ફળનું સેવન કરવાથી દૂર કરી શકાય છે.
આ ફળનો ઉપયોગ કરવાની રીત વિશે જણાવીએ તો તેને રાત્રે પાણીમાં પલાળી દેવું. ત્યાર પછી બીજા દિવસે સવારે હળવા હાથે તેને દબાવીને પાણીમાં મિક્સ કરી દો. આ ફળનું સેવન કરી જવાનું છે. તેનાથી માસિક સંબંધિત સમસ્યા દૂર થશે.
જો તમને અલ્સર છે તું નિરંજન ફળનો ઉપયોગ કરીને તમે અલ્સર મુક્તિ મેળવી શકો છો. તેનો ઉપયોગ દવા તરીકે કરી શકાય છે. તેનો ઉપયોગ કરવાથી અલ્સરની બીમારી મટે છે.
બવાસીર કે મસા જેવી સમસ્યા હોય તો તેમાં પણ આ ફળ ઉપયોગી છે. તેના માટે તેને પાણીમાં પલાળી રાખવું અને પછી તેની છાલ કાઢીને તેનો ઉપયોગ કરવો. આ ફળનું સેવન કરવાથી હરસ-મસાની સમસ્યા દૂર થાય છે અને સવારે પેટ પણ સારી રીતે સાફ આવે છે.
આટલા બધા લાભ કરતું આ ફળ બજારમાં સરળતાથી મળી રહે છે અને તેની કિંમત પણ વધારે હોતી નથી તેથી તમે તેને ખરીદી પણ શકો છો.