રાત્રે બે દાણા ખાશો તો સાંધાના દુઃખાવા થઈ જશે ગાયબ

દોસ્તો લવિંગનો ઉપયોગ રસોડામાં મસાલા તરીકે કરવામાં આવે છે પરંતુ આ લવિંગના દાણા સ્વાસ્થ્ય માટે દવા જેવા હોય છે. લવિંગ નો ઉપયોગ ચા માં પણ કરવામાં આવે છે અને દાળ શાક ના વઘાર માં પણ થાય છે.

દેખાવમાં નાના લાગતા લવિંગના દાણા અનેક ઔષધીય તત્વોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી મોટા માં મોટી બિમારીઓથી પણ રાહત મળે છે. આજે તમને લવિંગથી થતા લાભ વિશે જણાવીએ.

લવિંગ ખાવામાં તીખું લાગે પરંતુ ખરેખર તે પેટમાં અને પેશાબમાં થતી બળતરાને શાંત કરવાનું કામ કરે છે. આ સમસ્યાઓમાં લવિંગનો ઉપયોગ કરવાથી લાભ થાય છે. શરદી, ઉધરસ જેવા રોગમાં લવિંગનું સેવન કરવાથી ફાયદો થાય છે.

જો તમે વારંવાર ચેપી રોગનો શિકાર બની જતા હોય તો રાત્રે સૂતા પહેલાં બે લવિંગ ખાઈ લેવા. 2 લવિંગ રાત્રે ખાવાથી તમારા શરીરની ઘણી સમસ્યાઓ દૂર થશે. જેમ કે સવારે પેટ સાફ આવી જશે, રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થશે, કોઈપણ રોગ જલ્દી નહીં થાય.

લવિંગનું સેવન કરવાથી લિવર પણ સારી રીતે કામ કરે છે. લિવરની ઘણી સમસ્યાઓમાં લવિંગ રાહત આપે છે. લવિંગમાં એવા તત્વો હોય છે જે લીવર ને સારી રીતે કામ કરતું રાખે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

લવિંગ રહેલું યુજેનીયા નામનું તત્વ શરીરને એન્ટિઓક્સિડન્ટ પ્રદાન કરે છે જેના કારણે ગળા અથવા લીવરમાં આવેલા સોજાને દૂર કરી શકાય છે. લવિંગ લીવર માટે ખૂબ જ ઉપયોગી છે.

જો દાંતમાં દુખાવો હોય કે પેઢામાં સોજો આવ્યો હોય તો લવિંગનો ઉપયોગ કરવાથી તે પણ ઉતરી જાય છે. જ્યાં દુખાવો થતો હોય તે જગ્યાએ લવિંગ નો ભૂકો કરી ને લગાવવો. તેનાથી દાંત ના કે પેઢાના દુખાવા થી રાહત થાય છે.

ઘણા લોકોને કોઈ વસ્તુ પકડે તો હાથમાંથી છૂટી જતી હોય છે. ઘણા લોકોને હાથ સતત ધ્રુજતા રહે છે. આ સમસ્યાને પણ લવિંગનું સેવન કરવાથી દૂર કરી શકાય છે. રોજ રાતે બે લવિંગ ખાઈ લેવાથી ધ્રુજતા હાથ પગની તકલીફ દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

લવિંગ નો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યનો છે. લવિંગ નો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. માટે જ લવિંગ નો ઉપયોગ કરવો જોઈએ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!