દોસ્તો આજે ઔષધિ વિશે તમને જાણકારી આપીએ છીએ તે ઔષધિ દરેક હિંદુના ઘરમાં ઉપલબ્ધ જ હોય છે. ઔષધિ શરીરની અનેક સમસ્યાઓને દૂર કરી શકે છે કુદરતે આ છોડમાં શક્તિ જ એટલી આપી છે કે તેની હાજરીથી પણ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.
તમે સમજી જ ગયા હશો કે કઈ ઔષધિની વાત થઇ રહી છે. આ ઔષધિ છે તુલસી. તુલસીના ઉપયોગથી શરીરને ઘણા રોગોથી રાહત મળી શકે છે.
તુલસીમાં એવા અનેક ગુણ હોય છે જે શરીરના રોગને દૂર કરવા માટે રામબાણ ઔષધી સાબિત થાય છે. તુલસી નો ઉપયોગ તમે અલગ અલગ રીતે કરી શકો છો. જેમ કે તુલસીના પાનનો ઉકાળો બનાવી શકાય અને તેના પાનને સાફ કરીને પણ ખાઈ શકાય છે.
જો તમારી ઉકાળો બનાવવાની મહેનત પણ કરવી ન હોય તો રોજ સવારે તુલસીના માત્ર પાંચ પાન ખાવાનું રાખો. રોજ સવારે તુલસીના પાંચ પાન ખાવાથી શરીરને કેટલા લાભ થાય છે ચાલો તે પણ જણાવીએ.
જો તમારો ચહેરો નિસ્તેજ થઈ ગયો હોય અને કાળા ડાઘ પડી ગયા હોય તો તુલસીના પાનની પાણી સાથે પેસ્ટ બનાવી લેવી હવે તેમાં મધ ઉમેરીને ચહેરા પર લગાડો. આ પેસ્ટને દસ મિનિટ પછી સાફ કરી દેવાથી ચહેરાની ત્વચા સ્વચ્છ થઈ જાય છે. આ પેસ્ટ લગાવવાથી ખીલની સમસ્યા પણ દૂર થાય છે.
જે લોકોને કિડનીમાં પથરી હોય અને દવા કર્યા પછી પણ પથરી દૂર થતી ન હોય તો તુલસીનો ઉપાય કરી શકાય છે. તુલસીના પાનનો રસ કાઢી તેમાં સમાન માત્રામાં પાણી ઉમેરી અને દિવસમાં એક વખત પી જવું. આ પાણી દિવસમાં એક વખત નિયમિત રીતે પીશો તો થોડાક જ દિવસમાં પથરી તૂટીને પેશાબ વાટે બહાર નિકળી જશે.
જે લોકોની યાદશક્તિ નબળી હોય અને કોઈ પણ વસ્તુ વારંવાર ભુલાઈ જતી હોય ત્યારે પણ તુલસી ઉપયોગી છે. તુલસી મા એવા તત્વ હોય છે જે મગજને આરામ આપે છે. રોજ સવારે તુલસીના પાંચ પાન ખાઈ લેવાથી મગજ ની શક્તિ વધે છે. નાના બાળકોની મગજની શક્તિ વધારવી હોય તો તુલસી ને માખણ સાથે મિક્સ કરીને આપવા.
પુરુષો માટે પણ તુલસી લાભકારક છે. પૌરુષત્વ ની શક્તિ ઓછી થઈ ગઈ હોય તેમણે માખણ, તુલસી અને સાકર નિયમિત ખાવાનું રાખવું. આ ઉપાય કરવાથી થોડાક જ દિવસમાં તમે પુરુષત્વની શક્તિમાં વધારો અનુભવશો અને સારું પ્રદર્શન કરી શકશો.
જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર સતત વધી રહ્યું હોય તો હાર્ટએટેક અને સ્ટ્રોક આવવાનું જોખમ વધી જાય છે. તેવામાં રોજ સવારે જાગીને સૌથી પહેલાં તુલસીના પાંચ પાન ભૂખ્યા પેટે ખાઈ લેવા. તેને ખાઈ લેવાથી બેડ કોલેસ્ટ્રોલ દૂર થાય છે અને હૃદય રોગથી રાહત મળે છે.
શરદી, ઉધરસ, તાવ વાઇરલ બીમારીઓથી બચાવવા માટે તુલસીના પાનને પાણીમાં ઉમેરી તેનો ઉકાળો બનાવી તેનું સેવન કરવું.