ગેસ અને અપચો કાયમી માટે દૂર કરશે આ બે દાણા

દોસ્તો ઈલાયચી લગભગ દરેક રસોડામાં જોવા મળે છે. જેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. ઈલાયચી બે પ્રકારની હોય છે.

એક મોટી ઈલાયચી અને એક નાની ઇલાયચી. જે પૈકી મોટી ઈલાયચીનો ઉપયોગ મોંમાંથી દુર્ગંધ દૂર કરવા માટે થાય છે, જ્યારે નાની ઇલાયચી નો ઉપયોગ સુગંધ વધારવા માટે થાય છે.

ઈલાયચીમાં કેલ્શિયમ, પોટેશિયમ, સલ્ફર, આયર્ન, મેગેઝીન, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. જે વિવિધ પ્રકારના રોગોથી આપણને દૂર રાખવામાં કામ કરે છે. તો ચાલો આપણે ઈલાયચી ના ફાયદા અને ઔષધીય ગુણો વિશે જાણીએ.

ઈલાયચીમાં ઈમોલિયન્ટ ગુણ હોય છે, જે પાચનને સુધારવામાં મદદ કરે છે. ઈલાયચી પેટમાં દુખાવો, પેટમાં ખેંચાણની સમસ્યાને દૂર કરવામાં તે ફાયદાકારક છે. વળી તે પિત્તની અસરને પણ સુધારે છે, જે ચરબી અને અન્ય પોષક તત્વોનું પાચન સુધારે છે.

ઈલાયચી ના એન્ટી-બેક્ટેરિયલ ગુણોને કારણે ઈલાયચી મોંમાં ઉગતા બેક્ટેરિયાને મારી નાખે છે. જેના કારણે મોંમાંથી વાસ આવે છે. ઈલાયચીના દાણામાંથી કાઢવામાં આવતું તેલ મોઢાના ચેપને મટાડે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

દરરોજ ખોરાક ખાધા પછી એલચી ચાવવી જોઈએ. આ સિવાય તમે એલચી પાવડરને ચા અથવા ગરમ પાણીમાં ઓગાળીને અને કોગળા કરીને પણ તેનું સેવન કરી શકો છો.

ઈલાયચીમાં પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. ઈલાયચી હૃદયના ધબકારા નિયંત્રિત કરવા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ખૂબ જ ફાયદાકારક છે.

ઈલાયચીમાં મહત્વપૂર્ણ એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે એનિમિયા દરમિયાન વિટામીનની ઉણપને દૂર કરે છે. ઈલાયચીમાં કોપર, આયર્ન, રિબોફ્લેવિન, વિટામિન સી અને નિયાસિન હોય છે, જે એનિમિયાના લક્ષણો જેમ કે થાક, નબળાઈને ઘટાડે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેથી જે લોકો એનિમિયાથી પીડિત છે તેઓ એક ગ્લાસ ગરમ દૂધમાં એક કે બે ચપટી ઈલાયચી પાવડર અને હળદર ઉમેરીને સેવન કરી શકે છે.

ઈલાયચી ચાવવાથી આવશ્યક તેલ બહાર નીકળે છે, જે તમારી લાળ ગ્રંથીઓને ઉત્તેજિત કરે છે. જેના કારણે તમારું પેટ યોગ્ય રીતે કામ કરે છે. પરિણામે તમારી ભૂખમાં વધારો થાય છે અને એસિડિટી ઘટે છે. જેથી એસિડિટીથી બચવા માટે જમ્યા પછી તરત જ એલચી ચાવીને ખાઈ લેવી જોઈએ.

અસ્થમાથી પીડિત લોકો માટે ઈલાયચીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તે ઉધરસ, નર્વસનેસ, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો થવો વગેરેથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. આ સાથે તે શ્વસન સંબંધી રોગોને દૂર કરે છે અને ફેફસામાં રક્ત પરિભ્રમણને વધારે છે.3

ઈલાયચી કિડની અને લીવર બંને માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આંતરડાની ગતિને પ્રોત્સાહન આપે છે તેમજ કિડનીમાં કેલ્શિયમ અને યુરિયાના સંચયને અટકાવે છે.

આ સાથે ઈલાયચીનું નિયમિત સેવન કરવાથી કિડની, મૂત્રાશય અને પેશાબને લગતી સમસ્યાઓ જેવી કે પથરી, પેશાબમાં બળતરા, વારંવાર પેશાબ આવવો વગેરેની સમસ્યા દૂર કરે છે. તેથી કિડનીને સ્વસ્થ રાખવા માટે ઈલાયચીનું નિયમિત સેવન કરવું જોઈએ.

ઈલાયચી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ સાથે તે મેંગેનીઝનો સારો સ્ત્રોત છે જે શરીરમાંથી ફ્રી રેડિકલને દૂર કરે છે. આ સાથે તે રોગપ્રતિકારક શક્તિ અને ચયાપચયને સુધારે છે. આ માટે તમારે દરરોજ ચામાં એલચી ઉમેરીને સેવન કરવું જોઈએ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!