દોસ્તો કીવી એકમાત્ર એવું ફળ છે, જેમાં ઔષધિય ગુણો સૌથી વધારે પ્રમાણમાં મળી આવે છે. કીવીનું ફળ દેખાવમાં ચીકુ જેવું લાગે છે. આ ફળમાં ઘણા પૌષ્ટિક તત્વો હોય છે,
જેમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામીન સી, વિટામીન ઈ, ફાઈબર વધુ માત્રામાં હોય છે. જેનું સેવન કરીને તમે ઘણા રોગોથી દુર રહી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે કિવીના ફાયદા કયા કયા છે
સામાન્ય રીતે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોને કારણે શરીરમાં લોહીની અછત જોવા મળે છે અને આ લોહીની કમીને વધારવા માટે કીવી ફળ ખૂબ જ ફાયદાકારક છે. આજ કારણ છે કે લોહીની કમી થવા પર ડોક્ટર પણ કીવી ખાવાની સલાહ આપે છે.
કિવિમાં વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટની વધુ માત્રાને કારણે તે રોગપ્રતિકારક શક્તિને ખૂબ જ વધારે છે. શરીરની નબળાઈ દૂર કરવા માટે આ ફળ સિવાય બીજું કોઈ ફળ નથી.
તેનું સેવન કરવાથી તમારા શરીરનો થાક દૂર થશે અને નવી ઉર્જા આવવા લાગશે. આ ફળમાં હાજર વિટામિન સી આપણા શરીરના આયર્નને શોષી લે છે, જેના કારણે કીવી ફળ એનિમિયાના દર્દીઓ માટે શ્રેષ્ઠ છે.
જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય છે ત્યારે તેને દરરોજ 400 થી 600 માઇક્રોગ્રામ ફોલિક એસિડની જરૂર હોય છે, અને કિવી ફળ ફોલિક એસિડનો સારો સ્ત્રોત છે.
આ ફોલિક એસિડ ગર્ભસ્થ બાળકના મગજના વિકાસમાં ખૂબ જ ફાયદાકારક છે. જેના કારણે બાળકને પુષ્કળ પ્રમાણમાં પૌષ્ટિક તત્વો મળે છે, જેનાથી તે સંપૂર્ણ વિકાસ સાથે જન્મે છે.
જો લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય તો બીમારીઓનું જોખમ વધી જાય છે. જોકે કીવી ફળના સેવનથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. તેના નિયમિત સેવનથી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થાય છે અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે.
કીવી હૃદય રોગમાં ખૂબ સારું માનવામાં આવે છે. હકીકતમાં કીવિમાં પ્રાકૃતિક રીતે હાજર ફાઈબર અને પોટેશિયમ હૃદયની બીમારીઓ સામે લડવાની ક્ષમતા ધરાવે છે. હદયના રોગોમાં જ્યારે દર્દી સોડિયમનું ઓછું સેવન કરે છે અને પોટેશિયમનું પ્રમાણ વધારે છે તો હૃદય સંબંધિત બીમારીઓ દૂર થવા લાગે છે.
આ ફળના નિયમિત સેવનથી લોહીમાં ટ્રાઈ-ગ્લિસરાઈડ્સની માત્રા ઓછી થાય છે અને લોહીમાં ગંઠાઈ જવાની સમસ્યા પણ ઓછી થાય છે.
કીવી ફળ આંખોની રોશની વધારવા માટે ખૂબ જ સારું છે. તેના સેવનથી આંખોને લગતી બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
વળી તેમાં રહેલા વિટામિન A અને એન્ટીઓક્સીડેન્ટ રેટિનામાં પ્રકાશ વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે લાંબા સમય સુધી આંખોને ખરાબ થતી અટકાવે છે.
કીવી શરીરમાં બળતરા ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. આ ફળનું નિયમિત સેવન કરવાથી શરીર પરના ઘા મટે છે અને બળતરા ઓછી થાય છે. આ સિવાય જો તમને આર્થરાઈટિસની ફરિયાદ હોય તો કિવીનું નિયમિત સેવન તમારા માટે ફાયદાકારક રહેશે.
કીવીમાં હાજર ફાઈબર પાચન તંત્રને યોગ્ય રાખવામાં મદદ કરે છે. જો તમે કબજિયાત, ગેસ કે પેટમાં દુખાવાની સમસ્યાથી પરેશાન છો, તો દિવસમાં બે કીવી ખાવી લેવી જોઈએ, જેનાથી સમસ્યાઓથી તરત જ છુટકારો મળશે.
કિવી વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર માનવામાં આવે છે, જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
જો તમને શરદી અને ફ્લૂની સમસ્યા હોય તો આ ફળનું સેવન કરવું જોઈએ. જે શરીરમાંથી હાનિકારક પદાર્થોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે.
કિવી વધતા વજનથી પરેશાન લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો તમારા શરીર પર બિનજરૂરી ચરબી જામી ગઈ છે, તો તમારે આ ફળનું નિયમિત સેવન કરવું જોઈએ કારણ કે આ ફળમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેના કારણે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધતું નથી.