આ કામ કરશો તો પેટની ચરબી 15 દિવસમાં ઓગળી જશે

સ્ટાઈલિશ કપડા પહેરવા હોય તો તેમાં વધેલું પેટ બાધા બની શકે છે. વધેલું પેટ ઘણી સમસ્યા આપે છે અને દેખાવને પણ ખરાબ કરે છે.

વધેલું પેટ 30 દિવસની અંદર ઘટાડવું શક્ય છે. જો તમારે વધેલું પેટ ઝડપથી ઉતારવું હોય તો તેના માટે આહારમાં કેટલાક ફેરફાર કરવા જરૂરી છે.

દિવસ દરમિયાન કસરતની સાથે આદતો પર પણ ધ્યાન આપવાની જરૂર હોય છે. આજે તમને આવી જ કેટલીક આદતો વિશે જણાવીએ જેમાં ફેરફાર કરવાથી તમારું વજન તમે ઝડપથી ઉતારી શકો છો. તો ચાલો જાણી લો એવી કઈ આદતો છે જેને બદલવાથી પેટની ચરબી ઉતરી શકે છે.

મીઠું ઓછું કરો – મીઠું ઓછું કરવું અને પેટ ઘટાડવું એ બંને વચ્ચે ગાઢ સંબંધ છે. મીઠામાં સોડિયમ વધારે હોય છે જે શરીરમાં સોજો વધારે છે. જ્યારે તમે વધારે મીઠું ખાઓ છો ત્યારે તેની અસર ચયાપચયની ક્રિયા પર થાય છે. જેના કારણે વજન ઘટાડવું મુશ્કેલ થઈ જાય છે.

રાત્રે 8 પહેલા જમી લેવું – સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે રાત્રે 8 પછી કોઈપણ પ્રકારનો ખોરાક લેવો જોઈએ નહીં. કારણ કે દિવસની સરખામણીમાં રાત્રે પાચનક્રિયા ધીમી હોય છે. જ્યારે તમે મોડી રાત્રે જમો છો તો વજન વધવા લાગે છે. તેથી રાત્રે 8 વાગ્યા સુધીમાં જમી લેવું જોઈએ. રાત્રે હળવો આહાર જ લેવો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પ્રવાહી વધારે પીવું – પેટની ચરબી ઉતારવા માટે પ્રવાહીનું વધારે પ્રમાણ શ્રેષ્ઠ ઉપાય છે. આહારમાં પ્રવાહી વધારે લેવાથી શરીર હાઈડ્રેટ રહે છે.

દિવસ દરમિયાન હેલ્ધી ડ્રિંક, પાણી, ડિટોક્સ વોટર, ગ્રીન ટી, જ્યુસ, પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને બીનજરૂરી નાસ્તા કરવાથી બચી જવાય છે.

વધારે ખાંડયુક્ત આહાર ખાવાથી બચો – સ્વાસ્થ્યનો મોટો દુશ્મન ખાંડ છે. ખાંડવાળા ખોરાક લેવાથી હંમેશા બચવું જોઈએ. તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ખાંડ શરીર માટે ધીમું ઝેર છે. તેનાથી શરીરને નુકસાન થાય છે. જો તમારે પેટ ઉતારવું હોય તો કેક, ચોકલેટ, કૂકીઝ જેવી ખાંડવાળી વસ્તુઓ ખાવાથી દુર રહો.

પ્રોટીનયુક્ત આહાર લેવો – પ્રોટીનયુક્ત આહાર લેવાથી શરીરને લાભ થાય છે. જેમકે આ આહાર પચવામાં સમય લે છે જેના કારણે પેટ કલાકો સુધી ભરેલું રહે છે અને પ્રોટીન શરીરને ઊર્જા પણ આપે છે.

તેનાથી ભૂખ ઓછી લાગે છે. પ્રોટીનયુક્ત આહારમાં ઈંડા, દાળ, ઓટ્સ, બદામનો સમાવેશ કરી શકાય છે. તેનાથી વજન ઝડપથી ઓછી કરી શકાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!