આ ખાસ પીણું પીશો તો પેટની ચરબી બરફની જેમ ઓગળવા માંડશે

 

વજન ઉતારવાની ચર્ચા થતી હોય એટલે ગ્રીન ટી શબ્દ સાંભળવા મળે જ. તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે ગ્રીન ટી પીવાથી વજન ઉતરે છે. ઘણી મહિલાઓએ ગ્રીન ટી પીધી પણ હશે. ત્યારે આજે તમને જણાવીએ ગ્રીન ટી પીવાના ફાયદા વિશે.

ગ્રીન ટી સામાન્ય ચાની જેમ જ છોડ પ્રજાતિમાંથી ઉત્પન્ન થાય છે. તેને કેમેલિયા સિનેન્સિસ કહેવાય છે. તમામ પ્રકારની ગ્રીન ટી એક જ છોડમાંથી આવે છે. વિશ્વભરમાં બીજી ઘણી ગ્રીન ટી ઉપલબ્ધ છે. ગ્રીન ટીનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. ખાસ કરીને વજન ઉતારવામાં.

ગ્રીન ટીના પાંદડા ઘણા લાભકારી છે. તેના સંયોજનો ચરબી બાળવામાં મદદ કરે છે. તેનાથી કસરતની કામગીરીમાં સુધારો થાય છે. ગ્રીન ટી તેના એન્ટી ઓક્સિડન્ટ તત્વોથી ભરપુર હોય છે.

ગ્રીન ટીના પાંદડાના સેવનથી લોહીના પ્રવાહમાં એન્ટી ઓક્સીડન્ટની માત્રા વધે છે. તે મેટાબોલિઝમને વેગ આપે છે. ગ્રીન ટી એક ડિટોક્સ પીણું છે જે ચયાપચયને વેગ આપી વજન ઉતારે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ગ્રીન ટીનું સેવન કરવાથી ત્વચા ચમકદાર અને સ્વસ્થ રહે છે. ગ્રીન ટીના નિયમિત સેવનથી કોલેસ્ટ્રોલનું સ્તર પણ કંટ્રોલમાં રહે છે. ગ્રીન ટી એન્ટી ઓક્સીડેન્ટ, પોલિફેનોલ અને ફ્લેવેનોઈડ્સથી ભરપુર હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.

ગ્રીન ટી વજન ઉતારવામાં, પેટની ચરબી ઉતારવામાં સૌથી વધુ લાભ કરે છે. ગ્રીન ટીમાં રહેલા પોલિફીનોલ ચયાપચયને વધારવામાં મદદ કરે છે. તેનાથી શરીરને કેલેરી બર્ન થાય છે. ગ્રીન ટી પીવાથી મેટાબોલિઝમ ચાર ગણું તેજ થાય છે.

ગ્રીન ટી એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે. તેમાં કેલેરી ઝીરો હોય છે જે પેટને ભરેલું રાખે છે. તેથી તમે ચરબીયુક્ત આહાર લેવાથી બચી શકો. તેનાથી વજન પણ ઝડપથી ઘટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ગ્રીન ટી એકમાત્ર એવી વસ્તુ છે જેમાં કેલેરી શૂન્ય હોય છે. ગ્રીન ટીને મીઠી બનાવવા તમે મધનો ઉપયોગ કરી શકો છો. જે તેને હેલ્ધી રાખે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે ગ્રીન ટી કોઈ જાદુ નથી કે માત્ર તેને પીવાની શરુઆત કરવાથી ચરબી ઓગળી જાય. તમારે ગ્રીન ટીની સાથે આહારને પણ નિયમિત અને પોષણયુક્ત બનાવવા જરુરી છે. જો તમે ગ્રીન ટી, કસરત અને પોષણયુક્ત આહારને દિનચર્યાનો ભાગ બનાવશો તો ઝડપથી વજન ઉતરે છે.

જો તમે રાત્રે જમ્યા પછી કોલ્ડડ્રીંક કે કોઈ પીણું પીતા હોય તો તેને બદલે ગ્રીન ટીનું સેવન શરુ કરવું તેનાથી તેની અસર વધારે થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!