દોસ્તો લોકોની જીવનશૈલીમાં આધુનિકતાની અસર વધારે જોવા મળે છે. આધુનિક જીવનશૈલી પણ સ્વાસ્થ્ય માટે જોખમી બનતી જાય છે.
આધુનિક અને મોડર્ન સમયની કેટલીક આદતો લોકો માટે ઘાતક છે. આ આદતોમાં ફેરફાર કરવામાં આવે તો મોટાભાગના રોગ તો દવા વિના સામાન્ય ફેરફારથી જ દુર થઈ શકે છે.
આવી જ એક આદત છે ફ્રીઝનું ઠંડુ પાણી પીવાની. ઉનાળામાં તો મોટાભાગે લોકો માટલાનું પાણી પીવાને બદલે સતત ઠંડુ પાણી જ પીતા રહે છે. ગરમીમાં આ પાણી પીવાથી થોડી રાહત મળે છે પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
માટલાનું પાણી પણ ઠંડુ જ હોય છે પરંતુ લોકો તેને બદલે શિયાળા સિવાય દરેક સમયે ઠંડુ જ પાણી પીવે છે. તેના કારણે કેટલીક સમસ્યા શરીરમાં ઘર કરી જાય છે.
આવી જ સમસ્યાઓ છે એસીડીટી, ગેસ, કબજિયાત. જૂના જમાના લોકો તો માટલાને જ ફ્રીઝ ગણે છે. પરંતુ આજની પેઢી માટલાનું પાણી પીવાથી થતા લાભથી અજાણ છે જેના કારણે તેનો લાભ લેતા નથી.
ચાલો આજે તમને જણાવીએ કે માત્ર પાણી પીવાની આદત બદલશો તો તમારા શરીરમાં કેટલા રોગ દુર થઈ જશે અને કેટલા લાભ થશે.
સૌથી પહેલા તો માટીના માટલામાં ભરેલું પાણી પીવાથી શરીરને અઢળક લાભ થાય છે કારણ કે માટીના ગુણ પાણીમાં ભળી જાય છે જેના કારણે પાણી પણ પોષ્ટિક થઈ જાય છે. આ પોષ્ટિક પાણી શરીરને લાભ કરે છે.
માટલાનું પાણી પીવાથી શરીરને ઈન્સ્ટંટ એનર્જી મળે છે. તેનાથી પેટને કુદરતી ઠંડક મળે છે. માટલાનું પાણી પીવાથી શરીરનું પીએચ લેવલ સંતુલિત રહે છે અને પેટનો દુખાવો કે એસીડીટી થતી નથી.
ફ્રીઝનું પાણી પીવાથી ગળામાં દુખાવો કે સમસ્યા થઈ શકે છે પરંતુ માટલાનું પાણી સમસ્યા કરશે નહીં પણ ગળાની સમસ્યાને દુર કરી દેશે. આ પાણી પીવાથી સંતોષ મળે છે અને શરીરનું તાપમાન પણ અસંતુલિત થતું નથી.
નિયમિત રીતે માટલાનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે. માટીના પાત્રમાં રાખેલું પાણી પુરુષો માટે પણ લાભકારી છે. તેનાથી પૌરુષત્વની શક્તિ વધે છે. માટલાનું પાણી પીવાથી ઉનાળામાં લુ લાગતી નથી.
શરીરનું તાપમાન અંદરથી ગરમ હોય છે જ્યારે અતિશય ઠંડ઼ુ પાણી શરીરમાં જાય છે તો શરીરમાં અસંતુલન થાય છે. જેના કારણે સ્વાસ્થ્ય સમસ્યા થાય છે. આ સિવાય ઉનાળામાં ઘણીવાર ચક્કર આવી જવાની તકલીફ થાય છે. આ સમસ્યા માટલાનું પાણી પીશો તો નહીં થાય.