જેમ જેમ ઉંમર વધે તેમ આપણે આપણા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે વધતી ઉંમરની સાથે શરીરમાં ઘણા ફેરફાર થતા હોય છે.
ખાસ કરીને મહિલાઓ એ 30 વર્ષની ઉંમર પછી ખાવા-પીવામાં પૂરતું ધ્યાન રાખવું જોઈએ. વધતી ઉંમરે પાચનશક્તિ પણ પહેલાં જેવી હોતી નથી તેથી જો તમે કંઈ પણ ખાઈ લેતા હશો તો તેનાથી તમારા શરીરને નુકસાન થઈ શકે છે.
30 વર્ષની ઉંમર પછી જો તમે યોગ્ય રૂટીન ફોલો કરો છો તો 70 વર્ષની ઉંમરે પણ તમારું શરીર નિરોગી રહી શકે છે. આજે તમને આવા જ એક રૂટીન વિશે જણાવીએ. જેને તમે ફોલો કરશો તો તમને ઘણી મદદ મળશે.
સવારનો નાસ્તો – વધતી ઉંમરની અસર સૌથી પહેલા શરીર પર દેખાય છે. તેના કારણે શરીર ધીમે ધીમે ઢળવા લાગે છે. આ સ્થિતિમાં ખાવા-પીવાની આદતો બદલવી જોઈએ. સૌથી પહેલો ફેરફાર એ કરવું કે સવારનો નાસ્તો ક્યારેય સ્કીપ ન કરવો.
જો તમે સવારે નાસ્તો નથી કરતાં તો શરીરમાં એનર્જી રહેશે નહીં અને આખો દિવસ સુસ્તી રહેશે. સવારનો નાસ્તો એવો કરવો જે પોષક તત્વોથી ભરપુર હોય.
બપોરે હળવું ભોજન કરો – સવારે પેટ ભરીને અને પ્રોટીનથી ભરપૂર નાસ્તો કર્યા પછી બપોરનું ભોજન હળવું રાખવું. બપોરના ભોજનમાં હળવા આહાર નો સમાવેશ કરવો. એવો ખોરાક ન ખાવો જેના કારણે ઊંઘ આવે. બપોરે તમે ખીચડી અથવા દાળ ખાઈ શકો છો.
રાતનું જમવાનું સમયસર કરો – ઘણા લોકોને આદત હોય છે કે રાત્રે નવ દસ વાગ્યે જમે છે. અને જમ્યા પછી થોડી જ વારમાં સૂઈ જાય છે. પરંતુ આવું કરવાથી ભોજન બરાબર પચતું નથી અને પાચન સંબંધિત સમસ્યા થવા લાગે છે. 30 વર્ષની ઉંમર પછી ખાસ કરીને મહિલાઓ એ રાત્રે 7 વાગ્યા સુધીમાં જમી લેવું જોઈએ.
કસરત – શરીરને યુવાન અને સ્વસ્થ રાખવા માટે દરરોજ અથવા તો દર બીજા દિવસે 40 મિનિટ વર્કઆઉટ કરવું. વર્કઆઉટ કરવાથી શરીરમાં એનર્જી આવે છે અને આખો દિવસ તમે ઍક્ટિવ રહી શકો છો.
મેડીકલ ચેક અપ – આહારમાં આ બધી વાતોનું ધ્યાન રાખવાની સાથે મેડિકલ ચેકઅપ પણ જરૂરથી કરવું. ઘણી વખત શરીરમાં બિમારીની શરુઆત હોય ત્યારે તેના લક્ષણો જોવા મળતાં નથી પરંતુ પાછળથી તે બીમારી જીવલેણ બની શકે છે. એટલા માટે દર છ મહિને મેડિકલ ચેકઅપ કરાવી લેવું.