આ ઉપાયથી 15 મિનિટમાં હાથ અને પગના દુખાવા ગાયબ થઈ જશે

દોસ્તો આધુનિક જીવનશૈલીના કારણે શરીરમાં કેટલીક સમસ્યાઓ હોય તે સામાન્ય વાત બની ગઈ છે. આવી સમસ્યાઓમાંથી એક છે હાથ અને પગમાં દુખાવો તેમજ સોજા. નાની ઉંમરમાં પણ લોકોને આ તકલીફ થઈ જાય છે. આ તકલીફને દૂર કરવાના કેટલાક ઘરગથ્થુ ઈલાજ આજે તમને જણાવીએ.

હાથ અને પગમાં સોજા આવવાના કારણો ઘણા બધા હોઈ શકે છે. જેમ કે કોઈ બીમારી હોય, વજન ઉચકયું હોય, નસ ખેંચાઈ ગઈ હોય તો પણ પગમાં સોજા આવવા ની તકલીફ રહે છે.

આ સિવાય જ્યારે તમે લાંબા સમય સુધી ઉભા રહીને કામ કરતા હોય ત્યારે પણ પગમાં સોજા અને દુખાવો થઇ શકે છે. પગમાં સોજા અને દુખાવો રહેતો હોય તો ચાલવામાં પણ સમસ્યા થાય છે. આ સમસ્યાને દૂર કરે તેવા ઘરગથ્થુ ઈલાજ આજે તમને જણાવીએ.

પગના સોજા ને 30 મિનિટમાં દૂર કરવા હોય તો સિંધવ મીઠાની જરૂર પડશે. સિંધવ મીઠામાં ઘણા પ્રકારના ખનીજ તત્વો હોય છે. તેનાથી પગના સોજા ઉતરે છે. સાથે જ દુખાવો પણ દૂર થાય છે.

આ ઉપાય કરવા માટે ગરમ પાણીમાં સિંધવ મીઠું ઉમેરીને તેમાં એક જાડું કપડું પલાળો. હવે આ કપડાને સોજા આવ્યા હોય તે જગ્યા ઉપર મૂકી દો. થોડીવાર કપડા વડે શેક કરવાથી. શરીરના સોજા ઉતરે છે. દિવસમાં બેથી ત્રણ વખત આ ઉપાય કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સોજા ઉતારવા માટે સૂકા ધાણા પણ ઉપયોગી છે. સૂકા ધાણાને પાણીમાં ઉકાળી આ પાણી અને મધ ઉમેરીને પીવાનું રાખો. તેનાથી સોજા તુરંત ઉતરે છે.

સોજા ઉતારવા માટે ઓલિવ ઓઈલનો પણ ઉપયોગ કરી શકાય છે. તેના માટે ઓલિવ ઓઈલમાં ૪ કળી લસણ ની શેકી લેવી. ત્યારબાદ દિલથી દિવસમાં બેથી ત્રણ વખત સોજો આવ્યો હોય ત્યાં માલિશ કરવી.

લીંબુ અને કાકડી ના ઉપયોગથી પણ સોજા દૂર થાય છે. તેના માટે કાકડીનું સેવન કરવું અથવા તો લીંબુ પાણી પીવાનું રાખો કારણ કે આ બન્ને વસ્તુ માં એવા તત્વ હોય છે જે શરીરના સોજા ઉતારે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આદુનું સેવન કરવાથી પણ સોજા ઉતરે છે. પગમાં કે હાથમાં સોજા આવ્યા હોય તો આદુનો રસ પીવાનું રાખો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!