આ ઉપાયથી 18 દિવસમાં 8 કિલો વજન ઉતરી જશે

વધેલા વજનથી તો દરેક વ્યક્તિ પરેશાન હોય છે પરંતુ વાત મહિલાઓની કરીએ તો તેઓ તેમની પેટની ચરબીથી વધારે પરેશાન રહે છે.

પેટની ચરબી ઘટાડવા માટે દરેક સ્ત્રી ખૂબ જ મહેનત કરે છે પરંતુ કામ અને દોડધામના કારણે તે પુરતો સમય કાઢી શકતી નથી. તેના કારણે પેટની ચરબી ઝડપથી ઉતરતી નથી.

આજે તમને પેટની ચરબી ઉતારવાનો એક સરળ રસ્તો જણાવીએ. આ કસરત કરવા માટે તમારે કલાકોનો સમય કાઢવાની જરૂર નથી. તેના માટે ફક્ત રોજ 10 મિનિટ કાઢો તે પુરતું છે. રોજ ફક્ત 10 મિનિટ આ કસરત કરી લેવાથી પેટની ચરબી દુર થઈ જાય છે.

જે કસરત રોજ 10 મિનિટ કરો અને પેટની ચરબી દુર થઈ જાય છે તે છે પ્લેન્ક સ્ક્વોટ્સ. આ એક એબ્સ વર્કઆઉટ છે. જેને કરવાથી પેટની ચરબી ઝડપથી ઉતરે છે અને સાથે શરીરનું વજન પણ ઓછું થાય છે.

પ્લેન્ક સ્ક્વોટ્સ બ્રેડ બટર જેમ છે. એટલે કે આ બંને વસ્તુઓ સાથે કરવાથી વધારે લાભ કરે છે. આ બંનેને એકસાથે કરવાથી ફાયદા અનેકગણા વધી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પ્લેન્ક એ મુખ્ય કસરત છે. જે શરીરના નીચેના ભાગની ચરબીને ટારગેટ કરવા અન્ય કસરત કરતાં વધારે અસરકારક છે. બંનેને એક સાથે કરવામાં આવે તો તે વધારે અસરકારક કસરત બની જાય છે. આ એક્સરસાઈડ પેટ અને પગને મજબૂત બનાવે છે. તે માથાથી પગ સુધીના દરેક અંગને એનર્જી આપે છે.

સ્ક્વોટ્સની વાત કરીએ તો તે પણ વજન ઘટાડવાની ઉત્તમ કસરતમાંથી એક છે. આ કસરત કરવાથી પગ મજબૂત થાય છે અને પેટની ચરબી દુર થાય છે. આ કસરત કરવાથી સાથળની ચરબી દુર થાય છે અને પગના સ્નાયૂ મજબૂત થાય છે. તેને નિયમિત કરવાથી પગ અને શરીર શેપમાં આવે છે.

પેટની ચરબી દુર કરવા માટે આ શ્રેષ્ઠ વર્ક આઉટ છે. તેનાથી સ્નાયૂ મજબૂત અને ટાઈટ થાય છે. સાથે તે મેટાબોલિઝમને પણ ઝડપી કરે છે. તે શરીરનું સંતુલન સુધારે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ કસરત કરવા માટે સૌથી પહેલા પ્લેન્ક પોઝિશનમાં આવો અને તમારા હાથને જમીન પર રાખી અને તમારે સ્ક્વોટ્સ પોઝિશનમાં આવવાનું છે. ત્યારબાદ બંને પગને પાછળની તરફ લઈ જવા.

હવે હાથને ખસેડ્યા વિના બંને પગને એક સાથે આગળ લાવો અને પાછળ જાઓ. આ રીતે 8 વખત કરો. ધીરે ધીરે તેની સંખ્યા વધારવી. આ કસરત કરશો એટલે પેટની ચરબી ઉતરવા લાગશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!