આ ઉપાયથી જીંદગીમાં ક્યારેય નહીં થાય હૃદયરોગ કે હાર્ટ એટેક

 

જેમ જેમ ઉંમર વધે તેમતેમ શરીરની પોષકતત્વોની જરૂરીયાતો પણ વધે છે. જ્યારે વધતી ઉંમરે આ જરૂરીયાતો સંતોષાતી નથી તો શરીરમાં સમસ્યા અને બીમારીઓ વધવા લાગે છે. ખાસ કરીને મહિલાઓ માટે 35 વર્ષ પછીનો સમય વધારે ધ્યાન રાખવાનો હોય છે.

મહિલાઓએ આ ઉંમર પછી પૌષ્ટિક આહાર વધારે લેવો જોઈએ. જો આ સમયે તેમના શરીરની પોષકતત્વોની જરૂરીયાતોન સંતોષવામાં ન આવે તો શરીરમાં એનિમિયા, હાડકાના રોગ અને હાર્ટ પ્રોબ્લેમ પણ થઈ શકે છે. આજે તમને જણાવીએ મહિલાઓએ આ ઉંમર પછી આહારમાં કઈ કઈ વસ્તુઓ વધારવી જોઈએ.

પ્રોટીન – મહિલાઓ માટે પ્રોટીન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. વધતી ઉંમરની સાથે પ્રોટીન લેવાથી શરીર મજબૂત રહે છે. તેનાથી ઈજા, ઘા, ચેપ સામે લડવાની ક્ષમતા વધે છે.

વિડામીન ડી – મહિલાઓ માટે વિટામીન ડી ખૂબ જ જરૂરી છે. વિડામીન ડી સૂર્યપ્રકાશ અને આહાર બે રીતે મળે છે. તેથી મહિલાઓએ 35 વર્ષ પછી વિટામીન ડી યુક્ત આહાર વધારે લેવો જોઈએ. તેના માટે માછલી અને ડેરી પ્રોડક્ટનો સમાવેશ કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કેલ્શિયમ – પ્રિમેનોપોઝ સમયમાં દરેક સ્ત્રીને રોજ 800 મિલિગ્રામ કેલ્શિયમની જરૂર પડે છે. જે ઉંમરની સાથે વધે છે અને પછી 1000 મિલીગ્રામ થઈ જાય છે.

મેનોપોઝ દરમિયાન થતા હોર્મોનલ ફેરફારને સ્થિર કરવા કેલ્શિયમ વધારવું જોઈએ. તેના માટે દૂધ, ચીઝ, દહીં અને લીલા શાકભાજી વધારે લેવા.

આયર્ન – ભારતની મોટાભાગની સ્ત્રીઓ આયર્નની ઊણપ ધરાવે છે. તેના કારણે તેમને એનિમિયા નામનો રોગ પણ થઈ શકે છે. આ રોગમાં શરીરમાં રક્તની ઊણપ સર્જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેથી મહિલાઓએ રોજ આયર્નથી ભરપુર આહાર લેવો જોઈએ. આર્યન નોનવેજમાંથી વધારે મળે છે. આ સિવાય કઠોળ, ઘઉં અને ડ્રાયફ્રુટ પણ આયર્નની ઊણપને દુર કરે છે.

ઝીંક – અનાજ, ચોખા, કઠોળમાંથી ઝીંક મળે છે. ઝીંક શરીરને કોઈપણ પ્રકારના ચેપ સામે લડવામાં મદદ કરે છે. તે વાઈટ સેલ્સની સંખ્યા વધારે છે જે વધારે એન્ટી બોડીઝ બનાવે છે. તે કેન્સર સામે લડતા કોષને પણ વધારે છે. તેથી શરીરમાં કેન્સરનો વિકાસ ધીમો કરવામાં મદદ મળે છે.

વિટામીન બી 12 – માંસાહારમાંથી વિટામીન બી 12 મળે છે. આ આપણા શરીર માટે અત્યંત જરૂરી વિટામીન હોય છે. તેની ઊણપ હોય તો મગજ અને રક્તવાહિની તંત્ર નબળું પડે છે.

વિટામીન સી – વધતી ઉંમરે મહિલાઓને વિટામીન સી સૌથી વધુ જરૂરી છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ યોગ્ય રીતે કાર્ય કરે છે. તેનાથી હાર્ટના રોગ થવાનું જોખમ ઘટે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!