વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી ઝડપથી બદલી રહી છે. સમયની સાથે ચાલવા માટે દરેક વ્યક્તિએ સતત દોડવું પડે છે.
બદલાયેલી જીવનશૈલીના કારણે માનસિક તણાવ તો રહે જ છે પરંતુ સાથે જ ચહેરા અને શરીર પર વૃદ્ધત્વની અસર ઝડપથી દેખાવા લાગે છે.
તેવા મન અને શરીરને સ્ફૂર્તિથી ભરપૂર અને યુવાન જાળવી રાખવા માટે યોગ ઉત્તમ ઉકેલ છે. નિયમિત રીતે યોગ કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે. સાથે જ શરીરમાં એનર્જી પણ વધે છે.
આજે તમને કેટલાક એવા યોગ પ્રાણાયામ વિશે જણાવીએ જેને કરવાથી તમે તમારી વધતી ઉંમરને ઘણી હદ સુધી અટકાવી શકો છો. એટલે કે 30 વર્ષની ઉંમર પછી પણ તમારા શરીરમાં 20 વર્ષ જેવી સ્ફૂર્તિ અને દેખાવમાં યુવાની રહેશે.
આજે તમને ત્રણ યોગાસન વિશે જણાવીએ. જે લોકો ખાસ કરીને જે મહિલાઓ 30 વર્ષની ઉંમર માં પ્રવેશ કરી ચૂકી છે તેમના શરીરમાં ઘણા બધા હોર્મોનમાં ફેરફાર થાય છે
તેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે. 30 વર્ષ પછી ગર્ભધારણ કરવાની ક્ષમતા પણ 50 ટકા થઇ જાય છે. સાથે જ ચહેરા પર વૃદ્ધત્વને લક્ષણ જોવા મળે છે.
કેલ્શિયમની ઊણપના કારણે હાડકાં નબળા થઈ જાય છે. આ બધી જ સમસ્યાઓનો ઉકેલ છે આ ત્રણ યોગ. આ 3 યોગાસન કરવાથી શરીરની ગજબના ફાયદા જોવા મળશે.
1. સૂર્ય નમસ્કાર – સૂર્ય નમસ્કાર સૌથી ઉત્તમ યોગાસન છે. તે બાર યોગનો સમૂહ છે, સૂર્ય નમસ્કાર દરમિયાન તમારે એક પછી એક બાર આસન કરવાના હોય છે. સૂર્ય નમસ્કાર કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.
સૂર્ય નમસ્કારમાં નમસ્કાર મુદ્રા, હસ્ત ઉત્તાનાસન, ઉત્તાનાસન, હસ્તાસન, પર્વતાસન, ભુજંગાસન અને પ્રણામ મુદ્રાનો સમાવેશ થાય છે. નિયમિત રીતે 10 સૂર્યનમસ્કાર કરવા જોઇએ.
2. કપાલભાતિ – મહિલાઓએ ખાસ કરીને કપાલભાતિ પ્રાણાયામ જરૂરથી કરવો જોઈએ. આ યોગ શરીરમાં ફેમિનીટી જાળવવામાં મદદ કરે છે.
સ્ત્રીઓમાં બે પ્રકારના હોર્મોન હોય છે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ત્યારે તેની માત્રા વધવા લાગે કે ત્યારે શરીરની અધોગતિની પ્રક્રિયા બંધ થઈ જાય છે. જેના કારણે વાળ ખરવા લાગે છે સફેદ થવા લાગે છે ચહેરા પર કરચલીઓ પડી જાય છે. કપાલભાતિ કરવાથી આ પ્રક્રિયા અટકે છે.
કપાલભાતિ કરવા માટે આરામની મુદ્રામાં બેસવું, ત્યારબાદ ઝડપથી શ્વાસ લેવો અને બહાર કાઢવો. આ ક્રિયાને 20 થી 25 વખત કરીને શરીરને ઢીલું છોડી દેવું. તેનાથી ચહેરા પર ચમક આવે છે અને સ્ટ્રેસ દૂર થાય છે.
3. ઉજ્જયી પ્રાણાયામ – આ પ્રાણાયામ થાઇરોઇડ ગ્રંથિ માટે છે. જેમ સ્ત્રીઓ ની ઉંમર 30 વર્ષથી વધે છે તેમ આ ગ્રંથિની કાર્યક્ષમતા ઓછી થવા લાગે છે. આ યોગ કરવાથી શરીરને યોગ્ય વૃદ્ધિ થાય છે અને ઇચ્છાશક્તિ પણ વધે છે.
આ પ્રાણાયામ કરવા માટે સુખાસનમાં બેસવું. ત્યારબાદ મોં બંધ કરો અને નાકના બંને નસકોરાથી શ્વાસ લેવો. જ્યાં સુધી ફેફસામાંથી હવા સંપૂર્ણ રીતે બહાર ના આવી જાય. ત્યારબાદ શ્વાસને અંદર રોકી રાખો.
ત્યારબાદ બીજા નસકોરાથી શ્વાસને ધીમે ધીમે છોડ. આ એક આસન એકથી બે મિનિટ કરવું જોઈએ. શરૂઆતમાં આ પ્રાણાયામ પાંચ વખત કરો અને પછી 20 સુધી લઈ જવું.