આ ઉપાયથી શરીરનો ગમે તેવો થાક તરત જ ઉતરી જશે

ખોરાક ફક્ત પેટ ભરવા માટે નહીં પરંતુ શરીર માટે ઈંધણ સમાન છે. તેથી જરૂરી છે કે તમે જે પણ ખાવ તે સમજીવિચારીને ખાવું જોઈએ. કારણ કે આપણા ખોરાકની અસર આપણા શરીર પર સૌથી પહેલા થાય છે. જે રીતે પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે તે રીતે જરૂરી છે એવી વસ્તુઓથી દુર રહેવું જે શરીરની એનર્જી ઘટાડે.

ઘણા લોકોએ આ સમસ્યાનો અનુભવ કર્યો હશે જેમાં પુરતો આરામ કર્યા પછી પણ શરીરમાં ઊર્જાનો અભાવ રહે. સતત થાક લાગે. આખો દિવસ બરાબર ખાધું પીધું હોય છતાં શરીરમાં શક્તિ રહે નહીં. આ સ્થિતિનું કારણ પણ હોય શકે છે ખોરાક.

જ્યારે આપણે એવી વસ્તુ ખાઈ લેતા હોય છે જે શરીરને એનર્જી આપે નહીં પરંતુ શરીરની એનર્જી ખેંચી લે ત્યારે આ રીતે શરીરમાં થાક રહે છે. આ સિવાય તણાવના કારણે પણ શરીરની ઊર્જાનું સ્તર જળવાતું નથી.

આજે તમને એવા ખોરાક વિશે જણાવીએ જે તમારા શરીરમાંથી ઊર્જાનું સ્તર ઘડાડી નાખે છે. જી હાં એવી વસ્તુઓ પણ હોય છે જે શરીરની ઊર્જા ખેંચી લેતી હોય છે.

આ વસ્તુઓ ખાવાથી હંમેશા બચવું જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ તેને ખાવાથી દુર રહેવાનું જણાવે છે કારણ કે તે શરીરની ઊર્જાનો નાશ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

1. ખાંડયુક્ત આહાર – જે વસ્તુઓમાં અતિશય ખાંડનો ઉપયોગ થયો હોય તેનું સેવન કરવાથી બચવું જોઈએ. આવો આહાર શરીરની ઊર્જાનો નાશ કરે છે. ફ્લેવર્ડ દહીં, ફ્રુટ જ્યુસ જેવી વસ્તુઓમાં સુગરનું સ્તર વધારે હોય છે. આવી વસ્તુઓ શરીરનું એનર્જી લેવલ વધારવાને બદલે ઘટાડે છે.

2. કોફી – જ્યારે પણ આપણને થાક લાગે ત્યારે કોફી ગટગટાવી લેતા હોય છે. જે લોકો નોકરી કરે છે તેઓ પણ કામમાંથી બ્રેક લઈ અને કોફી પી લેતા હોય છે.

પરંતુ જણાવી દઈએ કે વધારે કોફી શારીરિક અને માનસિક વિપરિત અસર કરે છે. તેમાં કેફીન વધારે હોય છે જે એનર્જી અને મગજની એક્ટિવિટીમાં વધારો કરે છે. તેનાથી શરીરની એનર્જી ઓછી થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

3. એનર્જી ડ્રિંક્સ – આ પીણામાં ફક્ત એનર્જી હોય છે. તે શરીરને ઊર્જા આપવાનું કામ કરતાં નથી. આવા પીણા પીવાથી ઊર્જામાં ઘટાડો થાય છે અને લાંબા ગાળે શરીર પર નકારાત્મક અસર થાય છે.

4. ફાસ્ટ ફૂડ – ફાસ્ટ ફૂડનું સેવન કરવાથી પણ શરીર પર વિપરિત અસર થાય છે. તેમાં ફાયબર અનો પોષકતત્વો નહિવત હોય છે અને ચરબી વધારે. તે શરીરની એનર્જી ખેંચી લે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!