આ ઉપાયથી 5 જ મિનિટમાં ગેસ અને કબજિયાત કાયમ માટે દૂર થઈ જશે

 

જો સવારે પેટ સાફ આવવાની પ્રક્રિયા બરાબર થાય નહીં તો આખો દિવસ ખરાબ જાય છે. જો તમારે ઓફિસ જવાનું હોય, બહાર જવાનું હોય ત્યારે કબજિયાતના કારણે ઘણી સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં શરીર એનર્જી રહેતી નથી.

કબજિયાત કાયમી રહેતી હોય તો તેના કારણે પેટમાં દુખાવો, ગેસ, અપચો પણ થાય છે. આ શારીરિક સમસ્યા એવી છે કે જે તમે માનસિક રીતે પણ અસ્વસ્થ રાખે છે. કોઈપણ કામ સારી રીતે કરી શકાતું નથી. કબજિયાતના કારણે માથામાં દુખાવો પણ થાય છે.

કબજિયાત થવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. તેમાં સૌથી મોટું કારણ હોય છે વાત દોષનું વધારે પ્રમાણ. જો તમે ખોરાક ધ્યાન પૂર્વક ખાતા નથી એટલે કે વધારે સૂકો, ઠંડો કે મસાલેદાર ખોરાક લેતા હોય અથવા તો ફાસ્ટ ફૂડ વધારે લેતા હોય ત્યારે આ સમસ્યા થઈ શકે છે અને સૌથી મોટું કારણ તો એ કે તમે પાણી પુરતા પ્રમાણમાં પીતા ન હોય.

જો શરીરમાં ફાયબરનું સંતુલન ન જળવાય ત્યારે પણ મેટાબોલિઝમ ખરાબ થાય છે. તેનાથી ઊંઘની સમસ્યા થાય છે. જે લોકો રાત્રે મોડા જમતા હોય, તેમની જીવનશૈલીમાં વર્ક આઉટનો અભાવ હોય, દિનચર્યા બેઠાડુ હોય ત્યારે પણ કબજિયાત થઈ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કબજિયાત મટાડવી હોય તો સૌથી પહેલા તો શૌચાલયમાં થોડીવાર બેસવાનું રાખો. કબજિયાત હોય તો શૌચાલયમાં વધારે સમય બેસો 15 મિનિટ બેસવાથી શરીરને આદત પડે છે અને શૌચક્રિયા નિયમિત બને છે.

કબજિયાત દુર કરવાના ઘરેલું ઉપચાર – કબજિયાતને દુર કરવા તમે આ ઘરેલું ઈલાજ કરી શકો છો. આ ઘરેલું ટીપ્સ ફોલો કરવાથી કબજિયાતથી મુક્તિ મળે છે. તેના માટે નીચે દર્શાવેલા ઉપાયો કરવાનું રાખો.

1. રોજ સવારે 1 ચમચી ગાયનું ઘી હુંફાળા પાણી સાથે લેવાનું રાખો. તમે ઘી પાણી અથવા દૂધ સાથે લઈ શકો છો. તેનાથી આંતરડામાં જામેલો મળ દુર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

2. દિવસ દરમિયાન હુંફાળુ પાણી પીવાનું રાખો. તેનાથી આંતરડાને મદદ મળે છે. આ સિવાય ભોજનમાં સલાડનો ઉપયોગ વધારે કરો.

3. દિવસ દરમિયાન કસરત કરવાનું ભુલવું નહીં. દિવસ દરમિયાન ઓછામાં ઓછી 40 મિનિટ કસરત કરવી જોઈએ.

4. કબજિયાતથી મુક્તિ મેળવવા માટે કેટલાક યોગાસન કરવા પણ જરૂરી છે. જેમ કે તમે માલાસન, અર્ધ મત્સ્યેન્દ્રાસન, સર્વાંગાસન, પવનમુક્તાસન કરી શકો છો.

આ ટીપ્સ ફોલો કરશો તો થોડા જ દિવસોમાં તમને જણાશે કે કબજિયાતની સમસ્યા હળવી થવા લાગી છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!