આરોગ્યની સંભાળ ન લેવી, બેઠાળુ જીવનશૈલી, અપુરતી ઊંઘ અને ખાણીપીણીની ખરાબ આદતોના કારણે શરીરમાં ઝેરી તત્વ જમા થવા લાગે છે.
આ તત્વોના કારણે શરીર અંદરથી નબળું પડવા લાગે છે. આ ઝેરી તત્વોનો નિકાલ કરવો જરૂરી હોય છે. જો આવું ન કરવામાં આવે તો શરીર પર અસર થાય છે.
આજની દોડધામ ભરેલી જીવનશૈલીમાં દરેક વ્યક્તિના શરીરને સમયાંતરે ડિટોક્સ કરવું જરૂરી થઈ જાય છે. કારણ કે લોકો પોતાના સ્વાસ્થ્યની રોજ સંભાળ રાખી શકતા નથી. તેથી આજે તમને એવો રસ્તો જણાવીએ જેને મહિનામાં માત્ર 1 વાર કરવાનો છે અને તમારા શરીરની અંદરથી સફાઈ થઈ જશે.
શરીરને ડિટોક્સ કરવા માટે તમારે કોઈ મોંઘી દવા કે સપ્લીમેન્ટ લેવાની પણ જરૂર નથી. આ કામ ફક્ત સ્મુધિથી થઈ શકે છે. આ ડિટોક્સ સ્મુધિ તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. આ સ્મુધિ પીવાથી શરીરને દરેક સમસ્યાનો અંત આવી જશે.
1. પાઈનેપલ સ્મુધી – શરીરને ડિટોક્સ કરતી પહેલી સ્મુધિ પાઈનેપલમાંથી બને છે. આ સ્મુધિ આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામીન સીથી ભરપુર હોય છે. જે શરીરને ડિકોટક્સ કરે છે.
તેને બનાવવા માટે તમારે અડધો કપ સફરજન, 2 ચમચી લીંબુનો રસ, 1 કપ ગાજર, 1 કપ પાઈનેપલ, 1 કપ પાણી, થોડો ફુદીનો અને થોડા બરફના ટુકડાની જરૂર પડશે. સ્મુધિ બનાવવા બધી જવ વસ્તુઓને સાફ કરી મિક્સરમાં ક્રશ કરી લેવી. ત્યારબાદ તેમાં બરફ ઉમેરી તેને પી જવું.
2. ગાજર અને દ્રાક્ષની સ્મુધિ – ગાજર, મધમાં જરૂરી બધા જ પોષકતત્વો મળી રહે છે. તેનું સેવન કરવાથી શરીરના ઝેરી તત્વોનો નિકાલ થાય છે. તેનાથી શરીર સ્વસ્થ અને સ્વચ્છ બંને થાય છે.
આ હેલ્ધી સ્મુધિ બનાવવા માટે 1 કપ બદામનું દૂધ, 1 કપ ગાજર, 2 કપ કેરી, 1 કપ દ્રાક્ષ, 1 કેળું, 1 ચમચી મધ, 1 ચમચી અળસીના બીને મિક્સ કરી બ્લેન્ડ કરી લો. તમે તેને ઠંડી કરીને પણ પી શકો છો.
3. બીટની સ્મુધિ – બીટની સ્મુધિ પણ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. બીટને નિયમિત રીતે આહારમાં લેવા જોઈએ. તેનાથી શરીરને લાભ થાય છે. તેની સ્મુધિ બનાવવી હોય તો 1 કપ બીટ, અડધો કપ લાલ ગાજર, અડધો કપ સફરજન, 1 કપ પાણી લઈ અને બધી વસ્તુને એકરસ પીસી લેવી. ત્યારબાદ તેમાં બરફ ઉમેરી તેને સર્વ કરો.