દોસ્તો અંજીર ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોય છે એટલું જ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી ફળ છે. અંજીર ખાવાથી માત્ર મન જ ખુશ નથી રહેતું, તેનાથી શરીરને ઊર્જા પણ મળે છે. જેમાં વિવિધ પ્રકારના ગુણો આવેલા હોય છે, જેના લીધે દરેક ઉંમરના લોકો તેનો લાભ લઈ શકે છે.
અંજીર પાચનતંત્રને મજબુત બનાવવામાં મદદરૂપ છે તેમજ શરદી, ઉધરસ, અસ્થમા, ડાયાબિટીસ વગેરે જેવી સમસ્યાઓ સામે લડવાની ક્ષમતા પણ ધરાવે છે. તો ચાલો આપણે જાણીકે અંજીર ખાવાથી કયા કયા લાભ થઈ શકે છે.
અંજીરમાં વિટામિન A, વિટામિન B1, B2, કેલ્શિયમ, ફાઈવર, આયર્ન, સોડિયમ, ક્લોરિન, પોટેશિયમ મેંગેનીઝ વધુ માત્રામાં જોવા મળે છે.
અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. અંજીર વજનને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદગાર છે. આ સાથે તે નબળાઇ દૂર કરે છે અને ઉધરસ માટે પણ રામબાણ છે.
જો તમે કબજિયાત અને પેટમાં ગેસ થવાની સમસ્યાથી પરેશાન છો તો ચિંતા કરશો નહીં. આ માટે તમારે 3 થી 4 પાકેલા અંજીરને દૂધમાં ઉકાળીને સૂતા પહેલા ખાઈ લેવા જોઈએ અને પછી દૂધ પીવું જોઈએ. તેનાથી તમને કબજિયાતથી તરત જ રાહત મળશે.
અંજીરમાં કેલ્શિયમની માત્રા ખૂબ સારી હોય છે, જે હાડકાંને મજબૂત કરવા માટે કામ કરે છે. તેનું સેવન કરવાથી ઓસ્ટીયોપોરોસીસ જેવા હાડકાના વિકારો સામે પણ રક્ષણ મળે છે.
આ સાથે અંજીરમાં હાજર ફાઈબર ડાયાબિટીસ ની સમસ્યાને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. અંજીરનું સેવન કરવાથી બ્લડ શુગરના લેવલમાં થતી વધઘટ અટકે છે, જેના કારણે ડાયાબિટીસના દર્દીઓની સમસ્યા દૂર થવા લાગે છે.
અસ્થમાથી પીડિત લોકો માટે પણ અંજીર ખૂબ જ ફાયદાકારક છે. આ ફળમાં પોટેશિયમની માત્રા સારી હોય છે, જે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. જેના લીધે શ્વાસની નળીઓ યોગ્ય રીતે કામ કરવા લાગે છે.
અંજીરમાં આયર્ન અને કેલ્શિયમની માત્રા વધુ હોવાને કારણે આ ફળ એનિમિયા જેવા રોગોને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ માટે તમારે 8 થી 10 કિસમિસ અને 7 થી 8 અંજીર 200 મિલી દૂધમાં ઉકાળીને સેવન કરવું જોઈએ. જેના કારણે શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે અને લોહી સંબંધિત વિકૃતિઓ દૂર થવા લાગે છે.
રોજબરોજ કામ કર્યા પછી આપણે આળસુ અને હતાશ બની જઈએ છીએ. તેથી, જો તમે શરીરને નવી શક્તિ આપવાનું વિચારી રહ્યાં છો તો સૂકા અંજીરના અને છાલવાળી બદામને ગરમ પાણીમાં ઉકાળો.
હવે તેને સુકાઈ ગયા પછી તેમાં ખાંડ, ઈલાયચી, કેસર, ચિરોંજી, પિસ્તા અને બદામ સરખા પ્રમાણમાં મિક્સ કરીને ગાયના ઘીમાં 7 દિવસ સુધી રહેવા દો. ત્યાર પછી દરરોજ 20 ગ્રામ લો. આ તમારા સ્નાયુઓને મજબૂત કરશે અને તમને નવી શક્તિ આપશે.
આ સાથે બવાસીર થી પીડિત દર્દીઓ માટે અંજીર ખૂબ જ સારું ફળ છે. આ માટે તમે સવારે ખાલી પેટ હૂંફાળા પાણી સાથે અંજીર ખાઈ શકો છો અને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.