આ વસ્તુઓનું સેવન 15 દિવસ કરશો તો તમારું વજન અડધું થઈ જશે

સવારનો નાસ્તો ખૂબ જ જરૂરી હોય છે. આ એવું ભોજન છે જે શરીરને જરૂરી ઊર્જા પુરી પાડે છે. તેથી સવારનો નાસ્તો ક્યારેક સ્કીપ કરવો જોઈએ નહીં. જે રીતે સવારનો નાસ્તો કરવો જરૂરી છે તે જ રીતે સવારે હેલ્ધી નાસ્તો કરવો પણ જરૂરી છે.

સવારે નાસ્તામાં એવી વસ્તુઓ લેવી જોઈએ જે પોષણથી ભરપુર હોય અને પેટને બપોરના ભોજન સુધી ભરેલું રાખે.

સવારે નાસ્તાના વિકલ્પોને સમજદારીપૂર્વક પસંદ કરવા જોઈએ. કારણ કે દિવસની શરુઆત તમે જે વસ્તુ ખાઈને કરો છો તેની અસર આખો દિવસ શરીર પર થાય છે.

ખાસ કરીને જે લોકોને વજન ઉતારવું હોય છે તેમણે તો નાસ્તામાં એવી જ વસ્તુઓ લેવી જોઈએ જેનાથી શરીર ભારે ન થઈ જાય, શરીરને જરૂરી પોષણ પણ મળે અને વજન પણ કંટ્રોલમાં રહે.

આજે તમને જણાવીએ એક એવી વસ્તુ વિશે જેને તમે ડાયટમાં સામેલ કરશો તો વજન ઓછું પણ થશે અને પેટની ચરબી પણ દુર થાય છે. આજે તમને એવા વિકલ્પ જણાવીએ જેને તમે ચરબી ઓછી કરતાં આહાર તરીકે નાસ્તામાં સામેલ કરી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઉપમા – સવારે નાસ્તામાં ઉપમા લેવી બેસ્ટ ઓપશન છે. ઉપમા ફાયબરથી ભરપુર હોય છે તેનું સેવન સવારે કરવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. ઉપમા સોજીમાંથી બને છે અને તેમાં ચરબીનું પ્રમાણ નહીવત હોય છે. ઉપમા ઓછા ઘી અને તેલમાં બને છે તેથી શરીરને નુકસાન થતું નથી.

દહીં – કેટલાક સંશોધન બાદ જાણવા મળ્યું છે કે દહીં સવારે નાસ્તામાં લેવાથી પેટની ચરબી ઓછી થાય છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આહારમાં દહી લેવાથી સ્નાયૂ પણ મજબૂત થાય છે.

તેનાથી કેલરી બાળવાની પ્રક્રિયા પણ ઝડપી થાય છે. તે ચરબીને પણ ઓછી કરે છે. દહીં પ્રોટીનથી ભરપુર હોય છે અને કેલ્શિયમનો પણ મુખ્ય સ્ત્રોત છે. જે ચરબીને ઝડપથી ઓછી કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઈંડા – ઈંડા પણ પોષકતત્વોથી ભરપુર હોય છે. નાસ્તા માટે ઈંડા પણ સારો વિકલ્પ છે. તેને આમલેટ તરીકે પણ તમે લઈ શકો છો. તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

ઓટ્સ – ઓટ્સની ખીચડી પણ નાસ્તા માટે બેસ્ટ વિકલ્પ છે. તે કાર્બોહાઈડ્રેટથી ભરપુર હોય છે જે પેટની ચરબીને ઝડપથી ઉતારવામાં મદદ કરે છે. તેનાથી વજન પણ કંટ્રોલમાં આવે છે. ઓટ્સને સ્વસ્થ નાસ્તા તરીકે સવારે લઈ શકાય છે.

મગની દાળના પુડલા – મગની દાળના પૂડલા પણ ફાયબરનો સ્ત્રોત હોય છે. તેમાં ઉત્તમ માત્રામાં પ્રોટીન હોય છે જે નાસ્તા માટે બેસ્ટ રહે છે. તે વજન ઝડપથી ઓછું કરે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!