આ વસ્તુના સેવનથી 15 દિવસમાં 5 કિલો વજન ઉતરી જશે

 

થોડુ ચાલ્યા પછી શ્વાસ ચઢી જવો, થાક લાગવો, પગમાં દુખાવો થવા લાગે તો તમારે સૌથી પહેલા તમારું કોલેસ્ટ્રોલ ચેક કરાવવું જોઈએ. આ લક્ષણો હાઈકોલેસ્ટ્રોલના હોય શકે છે. જો કોલેસ્ટ્રોલ વધવા લાગે છે ત્યારે આ પ્રકારની અને આનાથી પણ ગંભીર સમસ્યા થવા લાગે છે.

તેમાં પણ જો તમારું વજન પણ વધારે હોય તો કોલેસ્ટ્રોલ પણ વધુ હોય. બંને વસ્તુને સમયસર નિયંત્રિત કરવી જરૂરી હોય છે. વજન અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરવું હોય તો તે ફક્ત આહારને કંટ્રોલમાં કરીને કરી શકાય છે.

સૌથી પહેલા તો આહારમાં તેલ ઓછું કરો અને લીલા શાકભાજી અને સલાડનો વધારો કરો. આ રીતે વજનને કંટ્રોલમાં કરી શકાય છે. આ સિવાય સૌથી બેસ્ટ રસ્તો છે ઓટ્સનો દૈનિક આહારમાં સમાવેશ કરવો.

ઓટ્સમાં કેલેરી ઓછી હોય છે અને બીટા ગ્લુકન વધારે હોય છે. આ બંને વસ્તુઓ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. ઓટ્સ ખાવાથી ઘણા લાભ થાય છે. પરંતુ રોજ એકને એક રીતે ઓટ્સ ખાવાથી કંટાળી જવાય છે. તેના માટે ઓટ્સને તમે આ રીતે લેવાનું શરુ કરી દો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઓટ્સ રોજ ખાવાથી કંટાળો પણ નહીં આવે અને ઓટ્સથી થતા લાભ પણ તમને મળશે તેના માટે શરુ કરો ઓટ્સની રોટલી ખાવાનું શરુ કરો. તેના માટે તમે ઓટ્સનો લોટ ઘરે જ બનાવી શકો છો. તેમાંથી સામાન્ય રોટલની જેમ જ રોટલી બનાવો અને શાક સાથે તે ખાઈ જવી.

ઓટ્સની રોટલી ખાવાથી સ્વાદ અને સ્વાસ્થ્ય બંને વચ્ચે સંતુલન જળવાઈ રહેશે. તો ચાલો જણાવીએ દઈએ કે ઓટ્સની રોટલી બનાવવી કઈ રીતે.

તેના માટે અડધો કપ ઓટ્સ, 1 નાની ડુંગળી, અડધો કપ ઘઉંનો લોટ, 2 ચમચી કોથમીર અને સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે. સૌથી પહેલા તવામાં ઓટ્સને શેકી લેવા અને તેને ઠંડા કરી મિક્સરમાં પીસી લેવા. તેનો બારીક લોટ થઈ જાય એટલે તેમાં ઘઉંનો લોટ અને મીઠું ઉમેરી અને લોટ બાંધી લો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હવે આ કણકને 10 મિનિટ ઢાંકી રાખો. ત્યારબાદ તેમાંથી રોટલી જેવા લુઆ તૈયાર કરી લો, તેને હાથમાં થોડું સ્પ્રેડ કરી તેમાં ડુંગળી અને કોથમીર ઉમેરી સ્ટફીંગ ભરો.

તેને બરાબર ગોળ કરી અને હવે વળી લો. તેને ધીરે ધીરે વણો જેથી સ્ટફીંગ બહાર નીકળી ન જાય. હવે એક તવા પર થોડું તેલ મુકી આ રોટલીને બંને તરફ બરાબર શેકી લેવી.

આ રોટલીને તમે દહીં કે કોઈપણ શાક સાથે લઈ શકો છો. તે સામાન્ય રોટલી જેવી જ સ્વાદિષ્ટ પણ લાગે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!