દોસ્તો આજની દોડધામ ભરેલી જીવનશૈલીના કારણે મોટાભાગના લોકો માનસિક ચિંતાગ્રસ્ત હોય છે. કામ હોય કે અભ્યાસ લોકોને સતત હરીફાઈનો સામનો કરવો પડે છે. આ ગળાકાપ હરીફાઇમાં સ્ટ્રેસ વધે તે પણ સ્વાભાવિક છે. અને જ્યારે સ્ટ્રેસ વધી જાય છે તો સૌથી પહેલાં થાય છે માથાના દુખાવાની સમસ્યા.
ઘણા લોકોને માઈગ્રેન જેવી તકલીફ પણ સ્ટ્રેસના કારણે રહેતી હોય છે. માઈગ્રેન હોય ત્યારે ભયંકર રીતે માથું દુખે છે. જ્યારે માઈગ્રેનના કારણે માથું દુખે છે તો કોઈપણ કામ સારી રીતે કરી શકાતું નથી.
વળી, આવી સ્થિતિમાં ઊંઘ પણ આવતી નથી. ઘણા લોકોને માઈગ્રેનનો દુખાવો બે દિવસ સુધી રહે છે. તેવી સ્થિતિમાં દર્દીની હાલત બેહાલ થઈ જાય છે. જોકે માઈગ્રેન જેવી સમસ્યાના કારણે દુખતું માથું પણ મીનીટોમાં ઉતારી શકાય છે.
તેના માટે એક સરળ ઉપાય કરવાનો રહે છે. આ સરળ ઉપાય કરી લેવાથી માઈગ્રેનના કારણે થતો માથાનો દુખાવો પણ મટી જાય છે. માથાનો દુખાવો મટતા માત્ર પાંચ મિનિટનો સમય લાગે છે.
માઈગ્રેનના દર્દીઓને જ્યારે દુખાવો થાય છે ત્યારે ઉલટી થાય છે, ભૂખ નથી લાગતી અને માથામાં તીવ્ર દુખાવો રહે છે. આવી સ્થિતિમાં મોટાભાગે લોકો દવા ખાઈ લેતા હોય છે.
પરંતુ આ પ્રકારે પેઇનકિલર ખાવી શરીરના અન્ય અંગોને નુકસાન કરે છે. ત્યારે આજે તમને કેટલાક દેશી નુસખા જણાવીએ જેને કરવાથી માઈગ્રેનનો દુખાવો દૂર થઇ શકે છે.
માઈગ્રેનનો દુખાવો હોય તો નિયમિત રીતે ઘીનો આ ઉપાય કરવાથી સમસ્યાથી કાયમી મુક્તિ મળે છે. તેના માટે દેશી ને ગરમ કરીને તેના બે-બે ટીપાં નાકમાં નાંખવા.
આ સિવાય તમે લવિંગના ઉપયોગથી પણ માથાનો દુખાવો મટાડી શકો છો. તેના માટે લવિંગ નો પાવડર કરીને તેને દૂધમાં ઉમેરીને પી જવું. નિષ્ણાતો જણાવે છે કે નિયમિત રીતે એક સફરજન ખાવાથી પણ માથાના દુખાવાથી મુક્તિ મળી શકે છે.
આદુનો રસ કાઢી તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરવાથી માથાનો દુખાવો મટી જાય છે. આદુ અને મધ પીવાથી મૂડ પણ સુધરે છે. જ્યારે સખત માથામાં દુખાવો થતો હોય ત્યારે કાકડીના ટુકડા કરીને માથા ઉપર થોડીવાર મસાજ કરીને તેને રાખવી. માથામાં ઠંડક થઈ જશે અને દુખાવો મટી જશે.