કલાકો સુધી એક જ સ્થિતિમાં બેસવાથી પીઠ અને કમરમાં દુખાવો શરુ થઈ જાય છે. આ સિવાય વાંકા વળીને કોઈ કામ કરો ત્યારે પણ કમર દુખવા લાગે છે. આ સ્થિતિમાં દુખાવો ઘણીવાર એટલો વધી જાય છે કે દૈનિક જીવન પર પણ અસર થવા લાગે છે.
કમરનો દુખાવો દુર કરવા માટે લોકો દવા લઈ લેતા હોય છે. પરંતુ દવા લેવાથી દુખાવો થોડા કલાકો સુધી દુર થાય છે પછી તો તે ફરીથી થઈ શકે છે.
તેથી આ સ્થિતિમાં ક્ષણિક ઉપાયને બદલે કેટલાક ફેરફાર આહાર અને જીવનશૈલીમાં કરવા જોઈએ. તેનાથી કમરનો દુખાવો કામયી રીતે દવા વિના દૂર થઈ જશે.
કદાચ તમે જાણતા નહીં હોય પરંતુ પીઠ કે કમરના દુખાવાનું મુખ્ય કારણ બળતરા હોય છે. તેથી જો તમારે આ દુખાવો દુર કરવો હોય તો એવો આહાર લેવો જે બળતરા દૂર કરે અથવા જેનાથી બળતરા થાય નહીં. આજે તમને જણાવીએ એવા ખોરાક વિશે જે કમરનો દુખાવો દુર કરે છે.
ઓમેગા 3 – જો તમને કમરનો દુખાવો છે તો આહારમાં ઓમેગા 3 યુક્ત આહાર લેવો. આ તત્વ માછલી, ચિયા શીડથી મળે છે. ઘણી માછલીઓ ઓમેગા 3 ફેડી એસિડથી ભરપુર હોય છે. તેનું સેવન કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને કમરનો દુખાવો દુર થાય છે.
શાકભાજીનું સેવન – બ્રોકોલી, કોબીજ, પાલક જેવા લીલા પાનવાળા શાકભાજી ખાવાનું રાખો. તેમાં વિટામીન એ, સી અને કે વધારે હોય છે જે બળતરા ઘટાડે છે. આ સિવાય ગાજર, બીટ, કોળા જેવા શાક પણ લેવા જોઈએ તેમાંથી બીટા કેરોટીન મળે છે.
ફળ ખાવાનું રાખો – જે લોકોને કમરનો દુખાવો હોય તેમણે ફળ નિયમિત ખાવા જોઈએ, સફરજન, અનાનાસ, બેરી, દ્રાક્ષ, સંતરા જેવા ફળ ખાવા જોઈએ. તેમાં વિટામીન સી અને એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે શરીરને લાભ કરે છે અને દુખાવા દુર કરે છે.
લાભકારી મસાલા – કેટલાક મસાલા પણ ઔષધીય ગુણ ધરાવે છે. કમરના દુખાવાથી મુક્તિ મેળવા માટે આદુ, તજ તમે લઈ શકો છો. તેનું સેવન કરવાથી દુખાવો દુર થાય છે.
હળદરવાળું દૂધ – દૂધમાં હળદર ઉમેરી પીવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. હળદરનું સેવન કરવાથી શરીરમાં કોઈપણ પ્રકારનો દુખાવો હોય તો તે દુર થાય છે. કારણ તે તેમાં શરીરને જરૂરી બધા પોષક તત્વો હોય છે. હળદરમાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે શરીરના દુખાવા ઓછા કરે છે.