આજના સમયમાં ઘણા લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળે છે. હાઈ બ્લડ પ્રેશરમાં ચક્કર આવવા, કામમાં મન ન લાગવું જેવી તકલીફો થઈ શકે છે. ઘણા લોકોને આ સમસ્યા માટે દવા પણ લેવી પડતી હોય છે. જો બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરવામાં ન આવે તો હાર્ટ પ્રોબ્લેમ વધી શકે છે.
બ્લડ પ્રેશરના કારણે સ્વભાવ ચિડીયો થઈ શકે છે. કાર્યક્ષમતા ઘટી શકે છે. અને અનિદ્રા પણ થઈ શકે છે. સાથે જ હાર્ટ ઉપર તો હંમેશા જોખમ તોળાતું રહે જ છે.
જો અનેક પ્રયત્ન છતા પણ બ્લડ પ્રેશર કાબુમાં આવતું ન હોય તો આજે તમને જણાવીએ એવી કેટલીક ટીપ્સ જે તમારા વધેલા બ્લડ પ્રેશરને દવા વિના કંટ્રોલમાં કરશે.
1. લોહી જાડું થતું હોય તે બ્લડ પ્રેશરનું સૌથી મોટું કારણ હોય શકે છે. તેવામાં લોહીને જામતું અટકાવવામાં આવે તો બ્લડ પ્રેશરની સમસ્યા પણ દુર થઈ શકે છે. તેના માટે રોજ સવારે 2 લસણની કળી ગળી જવી. તેનાથી બ્લડ પ્રેશર દુર થશે, કોલેસ્ટ્રોલ ઘટશે અને રક્ત ઘટ્ટ થતું અટકે છે.
2. લીંબુનો રસ નસોને નરમ અને લવચીક બનાવે છે. તેના કારણે બ્લડ પ્રેશર નોર્મલ રહે છે. તેના માટે હુંફાળા ગરમ પાણીમાં એક ચમચી લીંબુ અને એક ચમચી આદુનો રસ ઉમેરી તેમાં મધ ઉમેરીને પી જવું.
3. ડુંગળીનો રસ પણ લાભકારી છે. ડુંગળીનો રસ નર્વસ સિસ્ટમને મજબૂત બનાવે છે. ડુંગળીનો રસ અને મધ સરખા પ્રમાણમાં લઈ દિવસમાં 2 વખત લેવું તેનાથી બ્લડ પ્રેશરમાં લાભ થાય છે.
4. આદુનું સેવન કરવાથઈ રક્ત પરિભ્રમણ સુધરે છે. ધમનીઓની આસપાસના સ્નાયૂને પણ આરામ મળે છે. તેનાથી હાઈ બ્લડ પ્રેશર પણ ઘટે છે. તેથી રોજ એક ટુકડો આદુ ખાઈ લેવો.
5. રાતે સુતા પહેલા એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી મેથીના દાણા પલાળી દેવા. સવારે જાગો એટલે આ પાણી પી જવું અને મેથી ચાવીને ખાઈ જવી. તેનાથી બ્લડ પ્રેશર ઘટી જાય છે.
6. રોજ સવારે અડધી ચમચી તજનું ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તમે તજનો પાવડર પાણી સાથે પણ પી શકો છો.
7. એલચી એન્ટી ઓક્સીડન્ટ અને જરૂરી મિનરલ્સથી ભરપુર હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીર ટોક્સીન ફ્રી રહે છે અને શરીરમાં રક્ત પરિભ્રમણ પણ સુધરે છે. તેથી 200 ગ્રામ એલચીને તવા પર શેકી અને બોટલમાં ભરી લેવી. તેને મધ સાથે લેવાનું શરુ કરો.